શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરત: સ્કૂલ રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ કેટલા બાળકો ભર્યાં, પોલીસ બાળકો ગણતાં-ગણતાં થાકી ગઈ? જાણો વિગત
ઘેટાં બકરાંની જેમ ઓટોમાં બાળકોને સ્કૂલ લઈ જવામાં અને મુકવામાં આવી રહ્યાં હોય તેમ 20 જેટલા માસૂમ બાળકો રિક્ષામાં નીકળ્યાં હતાં.
સુરતમાં ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા સ્કૂલની રિક્ષા ચાલકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રિક્ષામાંથી 20 બાળકો નીકળ્યાં હતાં. પોલીસે ઓટો રિક્ષા ઉભી રખાવીને બાળકોની નીચે ઉતારીને ગણતરી કરતાં 20 બાળકો નીકળ્યાં હતાં. હાલ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને લઈને નિયમો કડક કરવામાં આવ્યા છે ત્યારે જ ઓટો રિક્ષામાંથી આટલાં બાળકો નીકળતાં વાલીઓની પણ બેદરકારી સામે આવી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
સુરત સહિત ગુજરાતમાં થોડા મહિનાઓ અગાઉ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલ વેન અને ઓટો સામે કડક નિયમો કરવામાં આવ્યાં હતાં જોકે આ નિયમોને જાણે ઓટોવાળા ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઘેટાં બકરાંની જેમ ઓટોમાં બાળકોને સ્કૂલ લઈ જવામાં અને મુકવામાં આવી રહ્યાં હોય તેમ 20 જેટલા માસૂમ બાળકો રિક્ષામાં નીકળ્યાં હતાં.
ઓટોમાંથી 20 બાળકો નીકળવા અંગે ઓટો ડ્રાઈવરની તો બેદરકારી છે જ પરંતુ જાણકારોના મતે આ સમગ્ર વાયરલ થઈ રહેલા વીડિયોને જોતાં વાલીઓ અને સ્કૂલ સંચાલકોની પણ એટલી જ બેદરકારી છે. કારણ કે અગાઉ જ તંત્ર દ્વારા વાલીઓ અને સ્કૂલ સંચાલકોને બાળકોના પરિવહન અંગેની ગાઈડ લાઈન આપી દેવામાં આવી હોવા છતાં બાળકોના જોખમે આ રીતે રિક્ષામાં મુસાફરી કરાતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion