શોધખોળ કરો
Advertisement
સુરતઃ મોઢે ડુચો મારી-મોઢું છુંદી નાંખેલી હાલતમાં યુવતીની લાશ મળતા ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
મઢીના કાટી ફળિયા ખાતે રાજુભાઈ ચૌધરીનું ખેતરમાંથી ગત 26મી જાન્યુઆરીના રોજ ખેતરની પાણીની નીકમાં 25 વર્ષીય યુવતીની લાશ જોવા મળી હતી. યુવતની હત્યા બોથડ પ્રદાર્થથી કરી છે.
સુરતઃ બારડોલી તાલુકાના મઢીના કાંટી ફળિયામાં 26મી જાન્યુઆરીએ યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. અજાણી યુવતીની મોઢે કાપડનો ડૂચો મારી અને પથ્થરથી મોઢું છૂંદી હત્યા કરેલી લાશ મળી હતી. ઘટનાની જાણ બારડોલી પોલીસને કરતાં સ્થળ પર પહોંચી, લાશનું પીએમ માટે લઈ જવામાં આવી હતી. જોકે, હજુ આ યુવતી કોણ છે અને કોણ-કેમ હત્યા કરી તે જાણી શકાયું નથી. યુવતીની ઓળખ પછી વધુ ખુલાસા થઈ શકે છે. પોલીસે યુવતીની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.
મઢીના કાટી ફળિયા ખાતે રાજુભાઈ ચૌધરીનું ખેતરમાંથી ગત 26મી જાન્યુઆરીના રોજ ખેતરની પાણીની નીકમાં 25 વર્ષીય યુવતીની લાશ જોવા મળી હતી. યુવતની હત્યા બોથડ પ્રદાર્થથી કરી છે. યુવતીની લાશની બાજુમાં જ એક મોટો પથ્થર મળી આવ્યો હતો. જેના પર લોહીના ડાઘ જોવા મળી રહ્યાં છે. જે પથ્થરને પણ પોલીસે તપાસ અર્થે લીધો હતો.
હત્યાનો ભોગ બનેલી યુવતીએ લાલ રંગનું ટોપ, સફેદ લેંગીસ અને લીલી ઓઢણી મળી આવી હતી. કાનમાં બુટ્ટી અને નાકમાં જડ પહેરેલ છે. યુવતી સ્થાનિક હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement