શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતના આ શહેરમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં વોકોની હાલત ખરાબ, જાણો વિગત
મંગળવારે વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, મોરબી તેમજ રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.
ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. મંગળવારે વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, મોરબી તેમજ રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ તાલુકામાં બે કલાકમાં 7 ઈંચ અને દિવસ દરમિયાન 10 ઈંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ 2 કલાકમાં 5.24 ઈંચ જ્યારે દિવસ દરમિયાન 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ભારે વરસાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઠેરે-ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આશરે 1થી 10 ઈંચ વરસાદ પડ્યો હતો. ગીરસોમનાથના મુખ્યમથક વેરાવળમાં 6 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. વેરાવળ તાલુકાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ભાલકા નદીમાં પૂર આવતા પૂરના પાણી સોસાયટી અને લોકોના મકાનોમાં ઘૂસી ગયા હતાં. વરસાદને પગલે વેરાવળ શહેરના જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. કોડીનારમાં પણ 12 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સૂત્રાપાડામાં સોમવારે રાત્રે બે વાગ્યા સુધી અને મંગળારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 10 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોના પાકને પણ જીવનદાન મળ્યું હતું. જૂનાગઢના માંગરોળમાં પણ બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે માંગરોળથી લંબોરા, વિરપુર, ચોટલીવીડી, શેખપુર, સકરાણા, જૂથળ સહિતના ગામોને જોડતા માર્ગો પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો.
અમરેલી જિલ્લામાં સૌથી વધુ બગસરા અને ખાંભા તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકામાં 4 ઈંચ, અમરેલી અને રાજુલા તાલુકામાં 3 ઈંચ, બાબરા તાલુકામાં 2 ઈંચ, લાઠી તાલુકામાં દોઢ ઈંચ અને લીલીયા તાલુકામાં અડધો ઈંચ પડ્યો હતો. વેરાવળમાં 6, સુત્રાપાડામાં 4, કોડીનાર 1.4 જ્યારે તાલાલામાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજકોટ શહેરમાં હળવાથી લઈને ભારે ઝાપટા જોવા મળ્યાં હતાં. પરંતુ મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હતા ઉપલેટામા 2 ઈંચ વરસાદ પડ્યો જ્યારે કોટડાસાંગાણી તાલુકામા 1થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજી પાસે ઝાંઝમેરમાં આભ ફાટ્યું હોય તેમ 6 ઈંચ વરસાદ ખાબકતાં ઉતાવળી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં માંગરોળમા 6 ઈંચ સાથે નોળી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. માંગરોળમાં માત્ર બે કલાકમા 5 ઈંચ વરસાદથી કામનાથ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. માણાવદર, માળિયા, વિસાવદરમાં બે અને ભેસાણમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં લાઠીના મતિરાળામાં દોઢ જ કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 1થી 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
તળાજામાં આજે દોઢ ઈંચ જ્યારે મહુવા શહેર સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુવાના આજુબાજુના પંથકમા પણ આજે જોરદાર મેઘમહેર થઈ હતી. સારા વરસાદથી ખેડૂતોમાં લહેરાતી મૌલાત ને ફયદો થઈ રહ્યાનો આનંદ હતો. બીજી તરફ બફરામાંથી રાહત મળી હતી. તળાજા પંથકમાં દરિયાઈ વિસ્તાર પીથલપુર, ઝાંઝમેર, મેથળા ગામડાઓ સિવાય આજ સુધી સિઝનનો અનરાધાર બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion