શોધખોળ કરો

સુરત: 7 PSI અનફિટ, કમાન્ડો ટ્રેનિંગથી બચવા ખોટા સર્ટિ આપ્યા હોવાની આશંકા

પોલીસમાં ફરજ બજાવતા 7 પીએસઆઈ અનફિટ હોવાની વાત સામે આવી છે. અનફિટ હોવાના ડોકટરી સર્ટિફિકેટને લઈ શંકા ઉદભવી છે. શંકા જતા પોલીસ અધિકારીએ તપાસનો આદેશ કર્યો. મેડિકલ સર્ટિફિકેટ ખોટી રીતે આપ્યા હોવાની શંકા.

સુરત: શહર પોલીસમાં ફરજ બજાવતા 7 પીએસઆઈ અનફિટ હોવાની વાત સામે આવી છે. અનફિટ હોવાના ડોકટરી સર્ટિફિકેટને લઈ શંકા ઉદભવી છે. શંકા જતા પોલીસ અધિકારીએ તપાસનો આદેશ કર્યો છે. મેડિકલ સર્ટિફિકેટ ખોટી રીતે આપ્યા હોવાની શંકા ઉભી થઇ છે. જો આ તપાસમાં ખોટા સર્ટિફિકેટ આપ્યા હોવાની વાત સામે આવશે તો પીએસઆઈ તો ભેરવાશે જ તેની સાથે સાથે ડોકટર પણ ભેરવાશે. પોલીસ વિભાગમાં પીએસઆઈને નોકરી દરમિયાન 3 મહિના કમાન્ડો ટ્રેનિંગ હોય છે. તેથી ટ્રેનિંગમાંથી છટકવા સર્ટિફિકેટ મૂકાયા હોવાી આશંકા છે.

સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો

સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ મળી રહી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, 12 દિવસ પહેલા ધરમપુરમાં ઈજાગ્રસ્ત અને બેભાન થયેલી યુવતીને સુરત સિવિલ લવાઇ હતી. ધરમપુરથી નવી સીવીલમાં દાખલ યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતી 12 દિવસ બાદ ભાનમાં આવતા તેની સાથે બળાત્કાર ગુજારાયો હોવાનું સામે આવ્યું છે.  યુવતીએ ભાનમાં આવ્યા બાદ તબીબને આપવીતી જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાયેલી ધરમપુરની યુવતી સાથે રેપ થયાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે. હવે આ મામલે સુરત પોલીસે ધમરપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

મુંદ્રા પોર્ટ પરથી DRIએ 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું, મીઠાના નામે ઈરાનથી આવ્યો હતો જથ્થો

Cocaine Seized From Mundra Port: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ફરી એકવાર ગુજરાતના મુન્દ્રા બંદરે મીઠાની આડમાં લાવવામાં આવેલ 52 કિલો કોકેઈન ઝડપ્યું છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 500 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કન્સાઈનમેન્ટ ઈરાન થઈને ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પણ મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22 દરમિયાન, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે અત્યાર સુધીમાં રૂ. 3200 કરોડનું કોકેઈન ઝડપ્યું છે.

DRIના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે ઈરાન મારફતે માદક દ્રવ્યોનો મોટો જથ્થો ભારતમાં મોકલવામાં આવી શકે છે. આ માહિતીના આધારે ડીઆરઆઈએ ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. જેને ઓપરેશન 'નમકીન' નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશનમાં એકત્ર કરાયેલી ગુપ્ત માહિતી અને વ્યાપક ડેટા વિશ્લેષણ અને દેખરેખના આધારે, DRIને 25 મેટ્રિક ટન સામાન્ય મીઠાના કન્સાઇનમેન્ટ પર શંકા હતી જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું હતું. આ મીઠાના કન્સાઈનમેન્ટમાં 1000 બેગ હતી જે ઈરાનથી મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget