શોધખોળ કરો
Advertisement
સુરતઃ હીંચકા પર ચઢવા જતા 9 વર્ષીય બાળકીને લાગ્યો ફાંસો, બાળકીના મોતથી અરેરાટી
માતાએ ઊંચે લટકાવેલા હીંચકા પર ચડવા જતાં બાળકીને લાગી ગયો ફાંસો. સારવાર દરમિયાન મોત.
સુરતઃ શહેરના ડીંડોલી વિસ્તારમાં હીંચકા પર ચઢવા જતા 9 વર્ષીય બાળકીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. દીકરી હિંચકે નહીં એટલે માતાએ દોરી ટૂંકી કરી હતી. જોકે, બાળકી બે દીવાલ પર પગ ટેકવી હીંચકા પર ચઢવા જતા ગળે ફાંસો લાગી ગયો હતો. જેમાં તેનું મોત થયું છે.
મળતી વિગતો પ્રમાણે કવિતા રામનાથ યાદવ નામની બાળકીનું હીંચકાની દોરી સાથે ગળે ફાંસો લાગી જતા મોત થયું છે. પડોશમાં રહેતી મહિલાની બાળકી પર નજર પડતા બુમાબુમ કરી મૂકી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement