(Source: ECI/ABP News/ABP Majha)
Surat: 'તારા પરિવાર કરતા વધુ સારી રીતે રાખીશ', વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બાંધ્યો શારીરિક સંબંધ
Surat: સુરતમાં વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે
સુરતમાં વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, શહેરમાં પ્રેમજાળમાં ફસાવી વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. આરોપી શોયેબ શફી શેખે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેના પર અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી શોયેબની ધરપકડ કરી હતી.
આરોપી શોએબે હું તને પ્રેમ કરૂ છું કહીને ઘર પાસે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને પોતાના ઘરે અને અલથાણ ગાર્ડનમાં મળવા બોલાવી તેની સાથે જબરજસ્તી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
વિધર્મીથી કંટાળીને સગીરાએ છેલ્લા 15 દિવસથી સ્કૂલ અને ટ્યુશન જવાનું બંધ કરી દીધું હતું. જોકે બાદમાં તેણે સમગ્ર હકીકત તેની માતાને કહેતા તેની માતાએ ખટોદરા પોલીસ સ્ટેશન શોયેબ રેપનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી હતી.
આરોપી શોયેબ શફી શેખ ભટાર રોડનો રહેવાસી છે અને હું તારા પરિવાર કરતા પણ વધુ સારી રીતે રાખીશ એમ કહીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં છેલ્લા 10 મહિનાથી સગીરાને પોતાના ઘરે અને અલથાણ ગાર્ડનમાં મળવા બોલાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરા જ્યારે સ્કૂલે અને ટ્યુશને જતી ત્યારે તેનો પીછો કરતો હતો. તેનો મોબાઇલ નંબર લઈ વોટસએપ પર મેસેજ કરતો હતો. આરોપી નોનવેજની દુકાન ચલાવે છે.
નોંધનીય છે કે ગઇકાલે સુરતમાં 22 વર્ષીય યુવતીને પ્રેમ લગ્નના 3 મહિના બાદ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મારઝૂડ કરવામાં આવતી હતી. આ ઉપરાંત પરિણીતાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખીને મા-બાપના ઘરે ફેકી દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.
સુરતમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ વર્ષ 2021માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં 1 વર્ષની દીકરી પણ છે. પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.