(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ મોટા શહેરમાં કોરોના વિસ્ફોટ, એક્ટિવ કેસ 10 હજારને પાર, 528 એરીયા માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોન જાહેર
સુરતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. હાલ એક્ટિવ કેસો 10522 છે. જ્યારે માઇક્રોકન્ટેઇનમેન્ટ એરિયાની સંખ્યા 528 છે. અઠવા ઝોનમાં સૌથી વધુ 179 માઇક્રોકન્ટેઇનમેન્ટ છે.
સુરતઃ સુરતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. હાલ એક્ટિવ કેસો 10522 છે. જ્યારે માઇક્રોકન્ટેઇનમેન્ટ એરિયાની સંખ્યા 528 છે. અઠવા ઝોનમાં સૌથી વધુ 179 માઇક્રોકન્ટેઇનમેન્ટ છે. રંદેરમાં 130 અને લીંબાયતમાં 95 માઇક્રોકન્ટેઇનમેન્ટ એરિયા છે.
Surat: આ 15 વિસ્તાર હાઈ રિસ્ક ઝોન જાહેર, આ વિસ્તારોમાં પગ પણ નહીં મૂકવા સૂચના, 5 રેડ ઝોન વિસ્તારમાં પણ નહી જવા આદેશ
સુરતઃ સુરત શહેરમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધતાં સુરત શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં હાઈ રિસ્ક ઝોન હોવાનાં પાટિયાં લગાવી દેવાયાં છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોને રેડ ઝોન જાહેર કરીને આ વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
અઠવા અને રાંદેર ઝોનના કેટલાક વિસ્તારોમાં રેડ ઝોન અને હાઈરીક્સ ઝોન પાટિયા લગાવી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના કેસોને ધ્યાને લેતાં આ નિર્ણય લેવાયો છે. કોરોના અસરગ્રસ્ત વિસ્તારોને રેડ ઝોન અને હાઈરિસ્ક ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. સુરત શહેરીજનોને તંત્ર દ્વારા રેડ ઝોન અને હાઈરિસ્ક ઝોનમાં અવરજવર ટાળવા અને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.
સુરત શહેરમાં હાલમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા જે વિસ્તારોમાં કોરોના કેસો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હોય તેવા ખૂબ અસરગ્રસ્ત વિસ્તારોને સુરત મહાનગરપાલિકા દ્વારા રેડ ઝોન અને હાઈરિસ્ક ઝોન માં વિભાજીત કરવામાં આવ્યાં છે. ક્યા વિસ્તારને ક્યા ઝોનમાં મૂકાયા છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
હાઈ રિસ્ક ઝોન
1) કેનાલ રોડ, વેસુ,
2)ન્યુ વેસુ
3) વેસુ મેઈન રોડ, વેસુ,
4)સ્વીટ હાઉસ કોમ્પ્લેક્સ, સિટી લાઇટ ટાઉન, અઠવા,
5) A/6, ઉધના- મગદલ્લા રોડ, સિટી લાઇટ ટાઉન, અઠવા,
6) મહર્ષિ દધિચી રોડ, સિટીલાઇટ ટાઉન, અઠવા
7) વરાછા ગામ
8) અલથાણ-ભીમરાડ, ભીમરાડ-અલથાણ રોડ
9) વેસુ, સુરત
10) ચોપાટી, અઠવાલાઇન્સ
11) સુકુમ પ્લેટિનમ, રત્નજ્યોતિ એપાર્ટમેન્ટની સામે, વેસુ
12) એટલાન્ટા શોપર્સ, સામે. પૂજા અભિષેક રેસીડેન્સી, રિલાયન્સ માર્કેટની બાજુમાં, વેસુ
13) ડુમસ
14) વેસુ, રૂંઢ
15) અંબિકા નગર, હરિનગર-૨,, કાશી નગર, ઉધના
આ વિસ્તારોને હાઇ રિસ્ક ઝોનને જાહેર કરવામાં આવ્યાં છે. શહેરીજનોને તંત્ર દ્વારા રેડ ઝોન અને હાઈરિસ્ક ઝોનમાં અવરજવર ટાળવા અને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રેડ ઝોન વિસ્તારો
1) વી.આઈ. પી. રોડ વેસુ, એસ. ડી. જૈન શાળા પાસે, હેપ્પી રેસિડેન્સી, વોર્ડ ૨, વેસુ
2) ઇ૩, બ્લોક, વેસુ
3) લીલા આર્કેડ, કોટક બેન્ક પાસે, સ્વીટ હોમ પાસે, સિટી લાઇટ ટાઉન અઠવા
4) ઉધના મગદલ્લા રોડ, ફ્લાય ઓવર, ચંદ્રમણી સોસાયટી, ન્યુ સિટી લાઇટ, અલથાણ અને
5) કેનાલ રોડ, વેસુ જીવકાર નગર ૬) જોગર્સ પાર્ક પાસે, ઘોડ દોડ રોડ, જોલી આર્કેડની સામે, અઠવા