શોધખોળ કરો

Surat: આજે સુરતમાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, 3 લાખથી વધુ ભક્તો આવે તેવી સંભાવના

આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે

આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ  આયોજન કરવામા આવી રહ્યું છે.

લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા બે દિવસીય દરબારમાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ લોકો દરબારમાં હાજર રહેવા પહોંચી રહ્યા છે. ગુજરાતના જ લોકો નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં હાજરી આવવા આવી રહ્યા છે. દિવ્ય દરબાર સાંજે 5થી 10 વાગ્યા સુધી યોજાશે. જો કે દિવ્ય દરબારના પ્રારંભ પહેલા વિશાળ રોડ- શો યોજાશે. બાબાને ગુજરાત પ્રવાસ માટે Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ત્યારે બાબા જ્યાં દરબાર ભરવાના છે તે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. બાબાના દરબારની સુરક્ષા માટે એક JCP, બે DCP, ચાર ACP કક્ષાના અધિકારી તૈનાત રહેશે. તો 400થી વધુ પોલીસ કર્મચારી, 700 હોમગાર્ડના જવાન પણ ખડેપગે રહેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે અમદાવાદમાં ખાસ આયોજન, દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તેવું સ્ટેજ તૈયાર કરાયું

અમદાવાદ: ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ યજમાન રામ પ્રતાપ ઉર્ફે જુંગી ભાઈના ઘરે ગયા હતા ત્યાં બાબા માટે ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાથી તેઓ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને બાબા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બાબાના આગમનને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં આગામી 29 અને 30 એ બે દિવસ દિવ્ય દરબાર યોજોવાનો છે. જેને લઈને  તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના ચાણકયપુરીમાં દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. આયોજકોએ આ દિવ્ય દરબારમાં એન્ટ્રી માટે પાસ રાખવાનું આયોજન કર્યું છે. અમદાવાદનો દિવ્ય દરબાર નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે આયોજક ને બાબાએ ગદા આપી છે. સમિતિના લોકો પોલીસ વચ્ચે બેઠક થયા બાદ કેટલા પાસ આપવાના તે નક્કી કરવામાં આવશે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બનાવવામાં આવ્યો જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. 130×130 ફૂટ પહોળાઈ ધરાવતો સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આઠ ફૂટ ઊંચાઈ ધરાવતો સ્ટેજ તૈયાર છે. અહીં સાધુ સંતોની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી બિરાજશે. દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તે રીતે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.

ચાર મહાનગરમાં યોજાશે બાબાનો દરબાર

આજથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બે દિવસ દરમિયાન બાબાના કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે. તો 28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget