શોધખોળ કરો

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત

bardoli bus accident news: ઉવા ગામ નજીક પલટી ગયેલા ટેન્કરને બચાવવા જતાં બસ ડિવાઈડર કૂદીને બીજી બસ સાથે અથડાઈ; એક બસ CNG હોવાથી આગ ભભૂકી ઉઠી, સુરત અને તાપીના પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બારડોલી નજીક બે એસ.ટી. બસોની ટક્કરમાં ૭ના મોત.
  • ટેન્કર પલટતાં બચાવમાં બસ ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ગઈ.
  • સી.એન.જી. બસમાં આગ લાગતાં ભયાવહ દ્રશ્યો સર્જાયા.
  • ઘાયલોને સારવાર હેઠળ ખસેડાયા, હાઈવે પર ટ્રાફિક જામ.

bardoli bus accident news: સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે હાઈવે પર એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો સામસામે ભયંકર રીતે ટકરાતાં એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની પૂરી શક્યતા છે. ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થિતિનો તાગ મેળવવા સુરત તેમજ તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

આખરે અકસ્માત કેવી રીતે સર્જાયો?

મળતી માહિતી મુજબ, આખી ઘટનાની શરૂઆત એક ટેન્કરના પલટી ખાવાથી થઈ હતી. ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની બસના ચાલકે ટેન્કર સાથેની અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બચાવવાના ચક્કરમાં બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ બસ સીધી ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી.

સીએનજી (CNG) બસ હોવાથી સેકન્ડોમાં આગ ભભૂકી ઉઠી

રોંગ સાઈડમાં ધસી ગયેલી આ બસ (MH-18-BZ-1258) સામેથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ બીજી એક સરકારી બસ (MH-20-BL-3390) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બસ રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસોમાંથી એક બસ CNG સંચાલિત હોવાથી, ટક્કર વાગ્યાની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચોઃ ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

રાહત અને બચાવ કામગીરી શરૂ

આગ અને અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે અને હાઈવે પરનો ટ્રાફિક ક્લિયર કરવાની

આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં

Frequently Asked Questions

બારડોલી નજીક કયો મોટો અકસ્માત થયો છે?

સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે મહારાષ્ટ્ર પાસિંગની સરકારી એસ.ટી. બસો સામસામે ભયંકર રીતે ટકરાઈ હતી. આ ઘટનામાં એક બસમાં આગ લાગી હતી.

આ ગોઝારા અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે?

આ ગમખ્વાર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત નીપજ્યા છે. અકસ્માતની ભયાનકતા જોતાં મૃત્યુઆંક વધવાની પૂરી શક્યતા છે.

અકસ્માતનું મુખ્ય કારણ શું હતું?

એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું, જેને ટાળવાના પ્રયાસમાં એક બસ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી બીજી બસ સાથે અથડાઈ હતી.

બસમાં આગ કેમ લાગી?

અકસ્માતગ્રસ્ત બસોમાંથી એક બસ CNG સંચાલિત હતી. ટક્કર વાગ્યાની થોડી જ સેકન્ડોમાં CNG બસમાં આગ ભભૂકી ઉઠી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget