શોધખોળ કરો

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Surat News: રાજ્યમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ડુમસ વિસ્તારના એક આલીશાન ફાર્મહાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 22 લોકોની ધરપકડ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં ડુમસ ફાર્મહાઉસ પર હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીમાં દરોડો પડ્યો.
  • પોલીસે કુલ ૨૨ લોકોની ધરપકડ કરી, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
  • રાજકોટના જેતપુરમાં હોટલ વ્રજવાટિકામાં જુગારધામનો પણ પર્દાફાશ થયો.
  • નવ હાઈપ્રોફાઈલ શખ્સો પકડાયા, ૪૧ લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો.

Surat News: રાજ્યમાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ડુમસ વિસ્તારના એક આલીશાન ફાર્મહાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 22 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ, રાજકોટના જેતપુરમાં એક નામચિહ્ન હોટલમાં ચાલતી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

સુરતમાં બર્થ ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 'બાપુજીની વાડી' નામના આલીશાન ફાર્મહાઉસમાં મોડી રાત્રે બર્થ ડે પાર્ટીના નામે ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર ડુમસ પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફાર્મહાઉસમાંથી 14 યુવકો અને 8 યુવતીઓ મળીને કુલ 22 સંપન્ન પરિવારના નબીરાઓની ધરપકડ કરી છે, જેમાંથી કેટલાક હજુ અભ્યાસ કરી રહ્યા હોવાનું પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચો...અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

24 મોબાઈલ ફોન સહિત કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

કાયદાનો કોઈ ડર ન હોય તેમ મોડી રાત સુધી દારૂની મહેફિલ માણી રહેલા આ તમામ લોકો પાસેથી પોલીસે દારૂની 5 બોટલ, બિયરના ટીન, 9 મોંઘીદાટ કાર અને 24 મોબાઈલ ફોન સહિત કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે તમામ 22 આરોપીઓને કસ્ટડીમાં લઈ મેડિકલ ટેસ્ટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આ આયોજન કોણે કર્યું હતું તથા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ આ કાર્યવાહીથી સમગ્ર શહેરમાં ફફડાટ મચી ગયો છે. હાલમાં સમગ્ર શહેરમાં આ હાઈપ્રાફાઈલ પાર્ટીની ચર્ચા થઈ રહી છે.

જેતપુરમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ

તો બીજી તરફ, રાજકોટના જેતપુરમાં આવેલી પ્રખ્યાત 'હોટલ વ્રજવાટિકા'માં પણ પોલીસે દરોડો પાડીને એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. હોટલની અંદર જુગાર રમી રહેલા 9 હાઈપ્રોફાઈલ શખ્સોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન 12 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ તેમજ વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 41 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.                                               

Frequently Asked Questions

સુરતમાં ક્યાં અને કઈ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો?

સુરતના ડુમસ વિસ્તારમાં 'બાપુજીની વાડી' ફાર્મહાઉસમાં બર્થ ડે પાર્ટીના નામે ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો.

સુરતની દારૂ પાર્ટીમાંથી કેટલા લોકોની ધરપકડ કરાઈ અને શું જપ્ત થયું?

પોલીસે કુલ 22 લોકોની ધરપકડ કરી છે, જેમાં 14 યુવકો અને 8 યુવતીઓનો સમાવેશ થાય છે. તેમની પાસેથી દારૂ, બિયર, 9 કાર અને 24 મોબાઈલ ફોન સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

રાજકોટના જેતપુરમાં પોલીસે કયા ગુનાનો પર્દાફાશ કર્યો?

રાજકોટના જેતપુરમાં 'હોટલ વ્રજવાટિકા'માં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 9 શખ્સોની ધરપકડ કરી છે.

જેતપુરના જુગારધામમાંથી પોલીસે કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો?

પોલીસે 12 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ 41 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

ટોપ સ્ટોરી

BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
Advertisement

વિડિઓઝ

Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !
Gujarat Rain Forecast : રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગે કરી મોટી આગાહી
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Post Office ની આ સ્કીમમાં એક વખત કરો રોકાણ, દર મહિને ₹2,467 ફિક્સ ઈનકમ, સમજો ગણિત
Post Office ની આ સ્કીમમાં એક વખત કરો રોકાણ, દર મહિને ₹2,467 ફિક્સ ઈનકમ, સમજો ગણિત
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
ઈસરોનું એલર્ટ: ઓક્ટોબરથી લઈ ડિસેમ્બર સુધીમાં 3 શક્તિશાળી વાવાઝોડા ત્રાટકવાનો ખતરો 
Embed widget