શોધખોળ કરો
Surat : શિક્ષકે વિદ્યાર્થીની સાથે માણ્યું શરીર સુખ, કામક્રિડાની ક્લિપ ફ્રેન્ડને મોકલી, શિક્ષકના લગ્નના બે દિવસ પહેલાં જ ક્લિપ થઈ વાયરલ ને...
મોડી રાત્રે શિક્ષકની ધરપકડ કરી સોમવારે કોર્ટમાં રજૂ કરતાં તેના એક દિવનસા રિમાંડ મજૂર કર્યા હતા. બીલીમોરા પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કરી તેના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
![Surat : શિક્ષકે વિદ્યાર્થીની સાથે માણ્યું શરીર સુખ, કામક્રિડાની ક્લિપ ફ્રેન્ડને મોકલી, શિક્ષકના લગ્નના બે દિવસ પહેલાં જ ક્લિપ થઈ વાયરલ ને... Bilimora teacher arrested before marriage after video goes to viral with girl Surat : શિક્ષકે વિદ્યાર્થીની સાથે માણ્યું શરીર સુખ, કામક્રિડાની ક્લિપ ફ્રેન્ડને મોકલી, શિક્ષકના લગ્નના બે દિવસ પહેલાં જ ક્લિપ થઈ વાયરલ ને...](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/03153353/file-photo.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
સુરતઃ બિલિમોરાની સ્કૂલમાં આંકડાશાસ્ત્ર અને સંગીત ભણાવતા શિક્ષકે પોતાનાથી 10 વર્ષ નાની અને ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીના ઘરે જઈને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. એ પછી તેણે બીજી પણ ઘણ જગ્યાએ વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધો બાંધીને તેને ભોગવી હતી. શિક્ષકે લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થીની વારંવાર શરીર સંબંધો બાંધ્યા હતા અને શરીર સુખ માણતાં હોય એવી અંગત પળોની ક્લીપીંગ્સ બનાવી હતી. આ ક્લિપ શિક્ષકના લગ્ન પહેલાં જ વાયરલ થતાં વિદ્યાર્થિનીએ શિક્ષક સામે પોલીસમાં આપતાં પોલીસે પોક્સો-બળાત્કાર સહિતની કલમો લગાડી ગુનો નોંધી મોડી રાત્રે શિક્ષકની ધરપકડ કરી સોમવારે કોર્ટમાં રજૂ કરતાં તેના એક દિવનસા રિમાંડ મજૂર કર્યા હતા.
બીલીમોરા પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કરી તેના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે તેના એક દિવસના એટલે કે 9મીને મંગળવાર બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગણદેવી તાલુકાના એક ગામમાં રહેતી અને હાલમાં ઘરે રહેતી 20 વર્ષીય યુવતીએ બીલીમોરા પોલીસમાં રવિવારે પોતાના શિક્ષક પ્રેમી સામે લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધવાની ફરિયાદ આપી છે.
વિદ્યાર્થીનીએ આપેલી ફરિયાદ પ્રમાણે, યુવતી 17 વર્ષની હતી અને ધોરણ 11માં ભણતી હતી ત્યારે વલસાડમાં રહેતા શિક્ષકે પહેલી વાર તેના ઘરે કોઇ નહીં હતું ત્યારે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ સ્કૂલ છુટયા બાદ યુનિફોર્મ બદલી ટ્રેનમાં વલસાડના તિથલ ખાતે ફરવા લઇ ગયો હતો. તિથલમાં દરિયા કિનારે આવેલી ઝાડીમાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. એ પછી યુવતીની ફ્રેન્ડ અને તેના બોયફ્રેન્ડ સાથે શિક્ષક દાંતી ગામે દરિયામાં આવેલી બોટ જોવા ગયા હતા. શિક્ષકે બોટમાં શરીર સંબંધ બાંધીને શરીર સુખ માણ્યું હતું. એ પછી બાઇક પર વલસાડ લઇ જઇને બંધાઈ રહેલા બિલ્ડીંગમાં પણ શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગત પળોની ક્લિપ શિક્ષકે પોતાના મોબાઇલ ફોનમાં બનાવી હતી.
યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાધ્યા પછી યુવતીએ લગ્ન કરવાની વાત કહેતાં શિક્ષકે તેને જણાવ્યું કે, મારા ઘરના લોકો તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. દરમિયાનમાં શિક્ષકે યુવતી સાથેની ક્લિપ પોતાના ફ્રેન્ડને મોકલી હતી. આ ક્લિપ વાયરલ કરી દેવાતાં યુવતીએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ઓફ સેક્સયોલ ઓફેન્સ) બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)