શોધખોળ કરો

SURAT: સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

SURAT: પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો.

SURAT: સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

આ અંગે જાણ થતા અસ્મિતા કાતરિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ થતાં જે વ્યકિતનું નામ સામે આવ્યું તે જોઈને અસ્મિતા અને તેનો પરિવાર ચોંકી ગયો હતો. તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે આરોપી જાગૃતિ નારણભાઈ પાંડવ (ઉ.વ.૨૨, રહે. રાધા સ્વામી સોસાયટી, પુણા ગામ, મુળ મહુવા ભાવનગર) ની ધરપકડ કરી છે. આરોપી જાગૃતિ અસ્મિતાના ભાઈની ગર્લફ્રેન્ડ હોવાની વાત સામે આવી છે. બંને યુવતીઓએ સાથે પરીક્ષા આપી હતી. જેમાં અસ્મિતાએ પરીક્ષા પાસ કરી હતી અને જાગૃતિ ફેઈલ થઈ હતી. અસ્મિતા આગળ વધી જશે તેવા વિચારે જાગૃતિએ આ કાવતરૂ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
સાઉદી અરેબિયાની ધમકીની મોટી અસર, UAEએ યમનમાંથી પરત બોલાવી પોતાની સેના
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂૂપડા સાફ, 5-0થી જીતી ટી-20 સીરિઝ
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
Embed widget