સુરત: આ ભાજપ નેતાનો નિર્વસ્ત્ર યુવતી સાથેનો ફોટો વાયરલ થતા ખળભળાટ, આખરે થઈ કાર્યવાહી
ચોર્યાસી તાલૂકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલ વિવાદમાં આવ્યા છે. હકિકતમાં આસ્તિક પટેલનો નિર્વસ્ત્ર યુવતી સાથેનો સ્ક્રીન શોટ વાયરલ થતા તેમને પ્રમુખપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુરત: ચોર્યાસી તાલૂકા પંચાયતના પ્રમુખ આસ્તિક પટેલ વિવાદમાં આવ્યા છે. હકિકતમાં આસ્તિક પટેલનો નિર્વસ્ત્ર યુવતી સાથેનો સ્ક્રીન શોટ વાયરલ થતા તેમને પ્રમુખપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્નાન કરતી મહિલા સાથેના ફોટાનો સ્ક્રીન શોટ વાયરલ થતાં આખરે આસ્તિક પટેલને જિલ્લાની ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખપદેથી રાજીનામું લઈ લેવાયું છે. આ ઉપરાંત ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
બે દિવસ પૂર્વે એક પરિણીત મહિલાએ સ્નાન કરતી વેળા વીડિયો કોલ કરીને પડાયેલો ફોટાનો સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જ્યારે આ ફોટો ભાજપના હોદ્દેદારો સુધી પહોંચવા છતાં આસ્તિક પટેલ સામે કોઈ પગલાં નહીં લેવાતા સુરત જિલ્લા ભાજપમાં પણ ભારે ઊહાપોહની સ્થિતિ સર્જાવા પામી હતી. જો કે વિવાદ વધતા આખરે તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે નવા પ્રમુખ અંગેની ઔપચારિકતા આગામી તા. ૧૦મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ જ થશે.
27 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, યુવતીને લગ્નની લાલચ આપીને બનાવી હવસનો શિકાર
સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાય છે. જયેશ હેમંત,યોગી પવાર અને અન્ય એક સામે ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ. ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું.
લગ્નની લાલચ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
અન્ય એક ઘટનામાં ઉધના વિસ્તારમાં પેટમાં દુખાવો થતાં સૂતેલી સગીરાનાં કપડાં ઉતારી દુકાનદારે અડપલાં કર્યાં. તરુણીએ ઘરે જઇ માતાને ફરિયાદ કરતાં ઉધના પોલીસે સંદીપ ચૌધરીને દબોચ્યો. ઉધના હરિનગર વિસ્તારમાં સગીરા પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરતી હતી. પેટમાં દુખાવો થતાં ગોળી લઇ પાછળ રહેતા શેઠના ઘરમાં સૂતેલી હતી, ત્યારે તરૂણીની શેઠે જ લાજ લેવાની કોશિશ કરી હતી. આ તરુણીની બાજુમાં સૂઇ જઇ તેનાં કપડાં ઉતારી અડપલાં કર્યા. જાગી ગયેલી તરુણીએ ભાગીને માતાને જાણ કરી. ઉધના પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી હતી.