શોધખોળ કરો
Advertisement
Covid-19: સુરતમાં કોરોનાના વધુ 45 નવા કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓનો આંક 200ને પાર
સુરતમાં અત્યાર સુધી કોરોનાના 201 કેસ નોંધાય ચૂક્યા છે અને 6 લોકોના મોત થયા છે.
સુરત: રાજ્યભરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે સાંજે વધુ 45 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોના સંક્રમિત દર્દીઓની આંક 200ને પાર પહોંચી ગયો છે.
સુરતમાં અત્યાર સુધી કોરોનાના 201 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 6 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો આ મહામારીના ભરડામાંથી બહાર આવ્યા છે .
સૌથી વધારે લીંબાયત ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ છે. સુરત શહેરના 194 પૈકી માત્ર લીંબાયત ઝોન માંજ 82 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત ઝોન વાઇઝ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા જોઈએ તો, સેન્ટ્રલ ઝોનમાં- 34, વરાછા A ઝોન માં 30, વરાછા B ઝોન માં 07, રાંદેર ઝોન માં 18, કતારગામ ઝોન માં 03, લીંબાયત ઝોન માં 82, ઉધના ઝોન માં 13 અને અઠવા ઝોન માં 08 કેસ નોંધાયા છે.
સુરતમાં કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં સોશલ ડિસ્ટંસ ન જાળવાતા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે 20 તારીખે કરિયાણું અને શાકભાજી મળશે, જ્યારે 19 અને 21 એપ્રિલના રોજ દવા અને દૂધ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement