Surat: PM મોદી પર વિવાદ ટિપ્પણી કરનાર બિલાવલને પાટીલે આપ્યો સણસણતો જવાબ
સુરત: પીએમ મોદી માટે પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું છે.
સુરત: પ્રધાનમંત્રી મોદી માટે પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે કે, પાકિસ્તાની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે. ભિખારી કરતા પણ ખરાબ સ્થિતિ તેની થઈ ગઈ છે.
પોતાના વિદેશ મંત્રાલયની બિલ્ડીંગો પણ તેઓ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને તે ગુજરાત ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજ બતાવી રહ્યું છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે. તેનું કારણ છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન કરવા આશરો આપવો અને એના જ કારણે જયશંકર એ જે કહ્યું કે, તમે સાપને ઘરે પાડશો તો તમને ચોક્કસ ડંખ મારશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના નાગરિકો વગર કારણે તેનો ભોગ બની રહ્યા છે અને તેમને પણ નુકસાન થઈ રહ્યું છે.
આપણો પાડોશી દેશ મજબૂત સમૃદ્ધ રહેવો જોઈએ એવું આપણા દેશની સંસ્કૃતિ કહે છે. પરંતુ કમનસીબે આપણા બાજુનું દેશ આતંકવાદીઓને પ્રોત્સાહન કરતું અને આર્થિક પરિસ્થિતિમાં નબળું પડી ગયું છે અને જ્યારે તેમના વિદેશ પ્રધાનને ભુટ્ટોને કોઈ મુદ્દો નથી મળતો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગમે તેમ બોલવાનું તેઓ પ્રયત્ન કરે છે. એના કારણે આપણા દેશના લોકો બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેમની પરિસ્થિતિ આજે આખી દુનિયા જાણે છે.
રાજકોટમાં લાગ્યા પાકિસ્તાન હાય હાયના નારા
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનનો ગુજરાતમાં સખત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કર્યુ હતું. રાજકોટ સહિત દેશભરમાં પાક.ના વિદેશ મંત્રના બફાટનો ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને પૂતળા દહન કરાયું હતું.
બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું હતું
બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે કહ્યું કે ઓસામા બિન લાદેન તો મરી ગયો, પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે બિલાવલ નિષ્ફળ થયેલા દેશના પ્રતિનિધિ છે અને તે પોતે પણ નિષ્ફળ ગયા છે. આતંકી માનસિકતા ધરાવતા લોકો પાસેથી તમે આનાથી વધુ શું અપેક્ષા રાખી શકો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કદાચ ભુટ્ટો 1971ને ભૂલી ગયા છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી 16 ડિસેમ્બર 1971નો દિવસ ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાનના 90 હજારથઈ વધુ સૈનિકોએ ભારતીય સેનાની આગળ સરેન્ડર કર્યું હતું. પાકિસ્તાની શાસકો દ્વારા બંગાળીઓ અને હિન્દુઓના નરસંહારનું આ પરિણામ હતું. લઘુમતીઓ સાથે પાકિસ્તાનના વ્યવહારમાં હજુ પણ કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન હવે આતંકવાદીઓનો ઉપયોગ કરવા સક્ષમ નથી. બિલાવલ ભુટ્ટોનું વિવાદિત નિવેદન આનું પરિણામ છે.બિલાવલ ભુટ્ટોએ તેમના દેશમાં હાજર આતંકવાદના માસ્ટરમાઇન્ડ વિશે નિવેદન આપવું જોઈએ. જેમણે આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી દીધો છે. પાકિસ્તાને પોતાનું વલણ બદલવું પડશે.