Cyclone Tauktae : સુરતમાં પિતા-પુત્ર પર વૃક્ષ પડતાં પિતાનું મોત, પુત્રને ગંભીર ઇજા
રવિવારે સાંજે કામરેજ નજીકના માંકણા ગામે રહેતા પિતા-પુત્ર બાઇક લઈને નીકળ્યા હતા. શિવમંદિર પાસેથી પસાર થતા હતા, ત્યારે અચાનક પીપળાનું ઝાડ પડતા બાઇક પર સવાર પિતા ઝાડ નીચે દબાઈ જતા સ્થળ પર મોત થયું હતું.
સુરતઃ ગુજરાત તરફ તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ગઈ કાલથી જ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં વાવાઝોડાની અસરને પગલે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ નીચે પિતા-પુત્ર આવી ગયા હતા. જેમાં પિતાનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રની હાલત ગંભીર છે.
કામરેજના માકણા ગામે ઘટના બની હતી. તૌકતે વાવાઝોડાને લઈ આધેડનું મોત નીપજ્યું છે. વાવાઝોડાના કારણે આધેડ પર વૃક્ષ પડતા મોત થયું છે. મોટર સાયકલ લઈ નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા પિતા-પુત્ર. પિતાનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતકનું નામ દાનાભાઈ આહીર છે. જ્યારે પુત્ર સંજય આહીરને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રવિવારે સાંજે કામરેજ નજીકના માંકણા ગામે રહેતા પિતા-પુત્ર બાઇક લઈને નીકળ્યા હતા. શિવમંદિર પાસેથી પસાર થતા હતા, ત્યારે અચાનક પીપળાનું ઝાડ પડતા બાઇક પર સવાર પિતા ઝાડ નીચે દબાઈ જતા સ્થળ પર મોત થયું હતું. જ્યારે પુત્રને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.