શોધખોળ કરો
Advertisement
સુરતથી કોલકાતા જઇ રહેલી ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડીંગ
સુરતથી કોલકતા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6 E 357 ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઈન્ડિગોની આ ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
સુરતથી કોલકતા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6 E 357 ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઈન્ડિગોની આ ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ વિમાનમાં 178 લોકો સવાર હતા. કોલકતાથી અમૃતસર અને ગોહાટી જનારા મુસાફરોને ભોપાલ ખાતે ઉતારવામાં આવ્યા હતા. ભોપાલ એરપોર્ટના એન્જિયરની ટીમ ફલાઈટમાં પહોંચી હતી.
જ્યારે ફ્લાઇટ હવામાં હતી ત્યારે પાયલોટને એન્જિનમાંથી કંઇક વિચિત્ર અવાજ સંભળાયો હતો અને ધુમાડો ઉડતો મહેસુસ થયો હતો. આ પછી, તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. વૈકલ્પિક વ્યવસ્થા કરી તમામ મુસાફરોને રવાના કરાયા છે.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ઈન્ડિગો વિમાનએ સુરતથી કોલકાતા જઇ હતી. માર્ગમાં ફ્લાઇટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. પાઇલોટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) સાથે વાત કરી હતી કારણ કે ભોપાલ એરપોર્ટ નજીક હતું. રાજા ભોજ એરપોર્ટ પર વિમાનમાં ઉતરવાની પરવાનગી લેવામાં આવી હતી. આ પછી, વિમાનને ભોપાલમાં ઉતારવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement