ગુજરાતના આ મોટા શહેરની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ગમે ત્યારે ખૂટી પડવાની દહેશત...
અમદાવાદ બાદ સૌથી વધુ સંક્રમિત શહેર સુરત હોવાથી સુરતને વધુ ઓક્સિજનનો જથ્થો ફાળવવાની ડોક્ટર્સની માંગ છે.
સુરતઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ગમે તે ઘડીએ ખૂટી પડવાની દહેશત છે. સુરતમાં ઓક્સિજનની અછતની આશંકાને લઈને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ ચિંતિત છે. રવિવારે મોડી રાત્રે ડોક્ટર્સે ઓક્સિજન સ્થિતિ અંગે જનપ્રતિનિધી અને પ્રશાશન સમક્ષ રજુઆત કરી હતી. ઓક્સિજનની વધેલી માંગની સામે પર્યાપ્ત માત્રામાં જથ્થો ન મળતો હોવાની મોટા ભાગના ડોક્ટર્સની ફરિયાદ છે. ડોક્ટરની ચિંતા છે કે, ઓક્સિજનનની અછત વચ્ચે કોરોનાના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી.
અમદાવાદ બાદ સૌથી વધુ સંક્રમિત શહેર સુરત હોવાથી સુરતને વધુ ઓક્સિજનનો જથ્થો ફાળવવાની ડોક્ટર્સની માંગ છે. ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનું મૃત્યુ ન થાય તેનુ ડોક્ટર્સ પૂરતુ ધ્યાન રાખી રહ્યા છે. દ.ગુજરાતમાં 300 મેટ્રિક ટન ઓક્સિજજની જરુરની સામે 250 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
રાજ્યમાં ગઈકાલે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-11, સુરત-1, જામનગર કોર્પોરેશન 8, જામનગર-6, બનાસકાંઠા-4, ભાવનગર કોર્પોરેશન-3, સુરેન્દ્રનગર 4, વડોદરા 7, કચ્છ 3, સાબરકાંઠા 5, ભાવનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 2, મહીસાગર 1, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 4, જૂનાગઢ 2, ભરુચ 4, વલસાડ 2, પંચમહાલ 1, અમરેલી 2, અમદાવાદ 2, રાજકોટ 6, મોરબી 6, દેવભૂમિ દ્વારકામાં 1 અને બોટાદમાં 1 મોત થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5790, સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશન 608, મહેસાણા 598, વડોદરા કોર્પોરેશન-573, સુરત 413, જામનગર કોર્પોરેશન-388, જામનગર-286, બનાસકાંઠા 282, ભાવનગર કોર્પોરેશન-212, સુરેન્દ્રનગર 196, વડોદરા 187, દાહોદ 182, કચ્છ 180, સાબરકાંઠા 173, ભાવનગર 167, પાટણ 163, ગાંધીનગર કોર્પોરેશન 161, મહીસાગર 156, ખેડા 143, જૂનાગઢ કોર્પોરેશન 131, તાપી 130, ગાંધીનગર 128, નવસારી 121, જૂનાગઢ 120, આણંદ 119, ભરુચ 117, ગીર સોમનાથ 115, વલસાડ 109, પંચમહાલ 87, અરવલ્લી 84, અમરેલી 82, અમદાવાદ 74, રાજકોટ 68, છોટા ઉદેપુર 60, પોરબંદર 45, મોરબી 41, દેવભૂમિ દ્વારકા 39, નર્મદા 32, બોટાદ 30 અને ડાંગ 16 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 93,63,159 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 19,32,370 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.