શોધખોળ કરો

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

સુરતના પાલી ગામમાં પાંચ માળનું બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.  પાલી ગામમાં દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે.

સુરત : સુરતના પાલી ગામમાં પાંચ માળનું બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.  પાલી ગામમાં દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે.  ઈમારત ધરાશાયી થતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.  આ દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.  હાલમાં ઘટનાસ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.                    

બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા

બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે.  કેટલાક લોકોને નાની ઈજા પહોંચી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે. બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે.  એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ ધરાશાયી થતા એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. 

સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા

જર્જરિત બિલ્ડિંગને એપ્રિલ મહિનામાં નોટિસ આપી હોવાનો ખુલાસો થયો છે. સુરત પોલીસ કમિશનર અને સુરત કલેક્ટર પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. આ બિલ્ડિંગ 2017માં બની હોવાની માહિતી સામે આવી છે.  કાટમાળને હટાવવા માટે સાત જેસીબી કામે લાગ્યા છે.  સ્થાનિક ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા છે.  રેસ્ક્યૂ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે.  પ્રશાસન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કાટમાળ હટાવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.  જેસીબી કટરની મદદની કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે.  

ફ્લેટમાં અંદાજને ચારથી પાંચ પરિવાર રહેતા હતા

સુરતના સચિનમાં ધરાશાયી થયેલી આ બિલ્ડિંગના ફ્લેટમાં અંદાજને ચારથી પાંચ પરિવાર રહેતા હતા. આ બિલ્ડિંગના માલિક વિદેશમાં હોવાની ચર્ચા છે. બિલ્ડિંગના કાટમાળમાં 10થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ છે.  108ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.  સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર પણ સ્થળ પર પહોંચ્યા છે.  પિલર તોડીને રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી કરવામાં આવી રહી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget