શોધખોળ કરો

Gujarat Election 2022: લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં....

Gujarat Election 2022: આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાંઆપની સરકાર બની રહી છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે.

ભાજપ બોખલાયેલી છે

કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- BJP બોખલાયેલી છે, હુમલા કરવામાં આવે છે.  રસ્તા પર જાવ અને પૂછો કોને વોટ આપશો ? કોઈ કહે BJP, કોઈ કહે આપ, જે BJP ની વાત કરે એની સાથે 5 મિનિટ વાત કરો. એ પણ કહે આપને વોટ આપીશું. ગુજરાતમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે કે લોકો ડરેલા છે, આપને વોટ આપીશું એમ કહેતા ડરે છે. કોંગ્રેસનું નામોનિશાન નથી.

27 વર્ષના કુસાશન બાદ લોકોને રાહત મળશે. ગુજરાતના સરકારી કર્મચારીઓને આશ્વાસન આપું છું કે આપની સરકાર બનશે તો 31 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પેંશન સ્કીમ લાગુ કરવામાં આવશે. પોલીસ,સ્ટેટ ટ્રાન્સપોર્ટ,અર્ધ સરકારી,તલાટી સહિત ના લોકો નો ગ્રેડ પેની સમસ્યા છે આ તમામને આશ્વાસન આપીએ છીએ કે અમે તમામ કર્મચારીઓની સમસ્યાનો ઉકેલ લાવીશું.

મારી આગાહી સાચી પડી

દિલ્હીના સીએમએ કહ્યું, મારી આગાહી સાચી પડી. 2014માં જ્યારે દિલ્હીમાં ચૂંટણી થઈ ત્યારે મેં એક પત્રકારને લખ્યું હતું કે કોંગ્રેસને આ વખતે શૂન્ય સીટો મળશે. મેં પંજાબની ચૂંટણીમાં ઘણી આગાહીઓ કરી હતી. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ હારી જશે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી જશે, બાદલ સાહેબનો આખો પરિવાર હારી જશે. એટલા માટે આજે હું તમારા બધાની સામે એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. વિવિધ ચેનલો પૂછે છે. મને, તેની જરૂર નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. તમારે આજે આ વાતની નોંધ લેવી જોઈએ.

સી.આર.પાટીલે અચાનક લીધી બોટાદની મુલાકાત, અનેક તર્કવિતર્ક

આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે અચાનક બોટાદની મુલાકાત લીધી. બોટાદ RTO હેલિપેડ ખાતે ભાજપના આગેવાનોએ સીઆર પાટીલનું સ્વાગત કર્યુ હતું.
સુરતના ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારુકા, વલ્લભભાઈ ટોપી સહિત ઉધોગપતીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પાટીલ જિલ્લા ભાજપના કાર્યકરો સાથે બેઠક કરવાના હતા પરંતુ આ બેઠક એકાએક રદ કરી મહત્ત્વના કાર્યકરો સાથે બેઠક  યોજતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. બોટાદના સાળંગપુર રોડપર આવેલી ખાનગી હોટલમાં તેમણે બેઠક કરી હતી.

ગુજરાતમાં ક્યારે છે મતદાન

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કા અંતર્ગત મતદાન યોજાશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget