સુરતઃ આજે મુખ્યમંત્રી રૂપાણી 50 હજારથી વધુ યુવકોને આપશે રોજગાર નિમણૂક પત્ર
સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે. થોડીવારમાં મુખ્યમંત્રીનું સુરત આગમન થશે. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી નવનિર્મિત મેયર બંગલોની પણ મુલાકાત લેશે.
સુરતઃ મુખ્યમંત્રી આજે સુરતની મુલાકાતે છે. સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. રોજગાર મેળામાં યુવકોને રોજગાર નિમણૂક પત્રો અપાશે. 50 હજાર કરતા વધુ યુવકોને રોજગાર નિમણૂક પત્ર આપવામાં આવશે. સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે. થોડીવારમાં મુખ્યમંત્રીનું સુરત આગમન થશે. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી નવનિર્મિત મેયર બંગલોની પણ મુલાકાત લેશે.
આવતી કાલે કચ્છના માંડવીના લોકોને મળશે મોટી ભેટ, નીતિન પટેલ લોકોને કરશે સમર્પિત
માંડવીઃ કચ્છના લોકોને આવતી કાલે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મોટી ભેટ આપવામાં આવશે. આવતી કાલે શનિવારે માંડવીના રૂકમાવતી પુલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. માંડવીમાં રૂકમાવતી પુલ ૧૧.૮૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. નવા પુલનું નિર્માણકાર્ય સંપન્ન થતાં લોકોને કોઝ- વેમાંથી છુટકારો મળશે. રૂકમાવતી પુલ માંડવીમાં રાજાશાહી વખતનો પુલ જર્જરિત બનતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતના કયા જિલ્લાના 50 ગામોમાં થયું 100 ટકા રસીકરણ? ગ્રીન ઝોનમાં અપાયું સ્થાન
ભુજઃ ગુજરાતમાં કોરોના રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે અનેક ગામોમાં 100 ટકા રસીકરણ થયું હોવાના સામાચાર સામે આવ્યા છે. હવે કચ્છના ૫૦ ગામોમાં ૧૦૦% રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે કચ્છ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ૧૦૦% રસીકરણના ગામોની સંખ્યાની દ્રષ્ટિએ કચ્છની રાજ્યમાં સ્થિતિ સારી છે. કચ્છમાં ૫૦ ગામોમાં ૧૦૦% રસીકરણ થતાં કચ્છને ગ્રીન ઝોનમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગામડાના લોકોમાં હજુ અવરનેસ આવે તો હજુ વધુ રસીકરણ થઈ શકે છે.
રાજકોટ જિલ્લાના 25 ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન. આ દાવો કર્યો છે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ. જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે હવે ગામડાઓમાં વેક્સિન માટેની જાગૃતતા આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 40 ટકા રસીકરણ થયુ છે. તો 25 ગામડાઓ એવા છે. જ્યાં 100 ટકા રસીકરણ થયુ છે. તો બીજા રાજ્યમાં વધેલા કોરોના કેસથી જિલ્લા વહીવટી પ્રશાસન સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે દાવો કર્યો છે.
રાજકોટ જિલ્લા કલેકટરએ રસીકરણને લઈને નિવેદન આપ્યું હતું. રાજકોટ જિલ્લાના 25 ગામડાઓમાં 100 ટકા વેકસીનેશન થયું છે. જિલ્લામાં વેક્શિનેશનને લઈને હવે લોકોમાં જાગૃતતા આવી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 40 ટકા લોકોનું રસીકરણ થયું છે. પહેલા કરતા હવે લોકોમાં રસીકરણને લઈને જાગૃતતા આવી છે.
બીજા રાજ્યોમાં કેસ વધતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.લોકો માસ્ક પહેરે સોસીયલ ડેસ્ટન્સ જાળવે.જિલ્લા અને શહેરમાં અનેક હોસ્પિટલોમા તૈયારીઓ કરી દીધી છે. ખાનગી અને ઈંડિયન મેડિકલ એસોસિએશન સાથે મીટીંગો કરી છે. હાલમાં વેકસિન અને ત્રીજી લહેરની તૈયારીને લઈને રાજકોટ જિલ્લા કલેકટરએ મીડિયા સાથે વાત કરી હતી.