Gujarat Election 2022 : ગુજરાતમાં AAP કઈ તારીખે જાહેર કરશે CM પદના ઉમેદવાર? જાણો મોટા સમાચાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે.
મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે. સુરત ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપે જનતા પાસેથી મુખ્યમંત્રી કોને બનાવશે એ જ પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ, આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો, અમે 4 તારીખે જણાવીશું કે ગુજરાતના લોકો કોને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
We want the people of Gujarat to tell us who should be the next CM. We're issuing a number and an email id. You can send your opinions on it until 5 pm on 3rd Nov. We'll announce the result on 4th Nov: Delhi CM and AAP national convener Arvind Kejriwal, in Surat, Gujarat pic.twitter.com/A7kxZdWZ1x
— ANI (@ANI) October 29, 2022
તેમણે કહ્યું કે, જનતા બે વસ્તુઓ પર વિશ્વાસ કરે છે. મોંઘવારી અને બેરોજગારી ગુજરાતમાં વધુ છે. લોકોમા ચર્ચા થાય છે આમા આદમીની. અમે જનતાને પુછીને મુખ્યપ્રધાન બનાવીએ છીએ. 6357000360 નંબર જાહેર કરીએ છીએ. aapnocm@gmail.com ઈમેલ કરી શકો છો. મુખ્યમંત્રીનો ચહેરો કોણ હોવો જોઈએ ગુજરાતમા તેને લઈ નંબર જાહેર કર્યો છે. મોબાઈલ નંબર પર વોઈસમેઈલ એસએમએસ કરી શકાશે અને મેસેજ પણ.
આ માટે આમ આદમી પાર્ટી દ્વારા મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, તમે મોબાઇલ નંબર 6357000360 ઉપર મેસેજ, વોઇસ મેસેજ, વોટ્સએપ કે અન્ય રીતે અભિપ્રાય આપ્યો છે. ઇમેલ આઇડી પર તમે અભિપ્રાય આપી શકો છો. તેમ જણાવ્યું હતું. ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, ગુજરાતમા પહેલી વાર આવુ જવા છઈ રહયુ છે કે બધુ જુનતાને પુછી કરાય છે. મોંઘવારી બેરોજગારી આ બધુ જનતાને ભોગવવુ પડે છે. ગુજરાતની જનતા નક્કી કરશે કે ગાંધીનગર કોને લઈ જઈશુ.
ભગવંત માને કહ્યું કે, લોકો એમનેમ બહાર આવે છે ભષ્ટ્રાચાર પુરો કરીશુ. ગુજરાતના લોકો એ જ વાતથી પિડીત છે જે વાતથી દિલ્લીથીના લોકો હતા. ભષ્ટ્રાચાર કરે છે તેવા 200 થી લોકોને પકડી જેલ હવાલે કર્યા. 20 હજાર નોકરી આપી છે. જે લોકો અમને જીમ્મેદારી આપવા માંગે છે તેમની આંખો અમે જોઈ છે. અમે ખેડૂતોને પુછીને એગ્રી કલ્ચર પોલીસી બનાવીએ છીએ.