શોધખોળ કરો

Gujarat Election 2022: સુરતમાં યોગીચોક પાસે AAP અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે કર્યો પથ્થરમારો, અનેક કારના કાચ તૂટ્યા

સુરતમાં સરથાણા યોગીચોક પાસે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.

સુરત: સુરતમાં સરથાણા યોગીચોક પાસે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સરથાણા યોગીચોક પાસે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ હતું. બંન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કામરેજ બેઠક પર ભાજપે પ્રફુલ પાનસેરીયા અને આપે રામ ધડુકને ઉમેદવાર બનાવ્યા છે. આ ઘટનામાં ભાજપના કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીએ કહ્યું હતું કે સ્મોકિંગ ઝોન બંધ કરાવવા બાબતે નિવેદન આપ્યા બાદ આ ઘટના બની હતી. આમ આદમી પાર્ટીના પણ કેટલાક લોકોએ આ ઘટનામાં સાથ આપ્યો હતો. આમ આદમી પાર્ટી હાર ભાળી ગઈ છે એટલે આ બધું કરી રહી છે. આ ઘટનામાં ભાજપના કાર્યકર્તાને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. તંદુરસ્ત વાતાવરણને ડહોળવાનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસ કરાયો છે.

AAPનું ગુજરાત મિશન, કેજરીવાલ કરંજથી હાલોલ રોડ શો કરીને સભા ગજવશે

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કેજરીવાલ હાલોલમાં રોડ શો કરશે.

ગુજરાતના ભાજપના ગઢને જીતવા માટે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપના ગઢને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આજે હાલોલની વિઘાનસભાની બેઠક જીતવા માટે તેઓ અહીં રોડ શો યોજવા જઇ રહ્યાં છે. આજે  સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. કેજરીવાલ વડોદરાથી હાલોલ આવશે અને હાલોલમાં ભવ્ય રોડ શો કરશે.  

હાલોલની બેઠકનું શું છે સમીકરણ

હાલોલની બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમાર અને કોગ્રેસના અનિસ બારિયા અને આમ આદમી પાર્ટીના ભરત રાઠવા વચ્ચે જંગ છે. દિવસો દરમિયાન ભાજપના હરીફ પક્ષ તરીકે કોંગ્રેસમાં ઉમેદવારો બદલવાના જે સમીકરણો રચાયા અને રાતોરાત આ બેઠક માટે જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા તે જોતા અહીં આપની સીધી ટ્ક્કર ભાજપ અને અપક્ષ સામે છે. હાલોલ કંજરી ચાર રસ્તા પર કેજરીવાલનું સ્વાગત કરવામાં આવશે અને કેજરીવાલ રોડ અને જનસભા કરીને મતાદાતાને રીઝવવાનો પ્રયાસ કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત જીતવા માટે પ્રયાસમાં કઇ કચાશ રાખવા નથી ઇચ્છતી એક રણનિતી સાથે તે ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી તરફ મતદાતાને આકર્ષવા માટે દરેક પ્રયાસ કરવામાં આ રહ્યાં છે. આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ ગુજરાતના પ્રવાસે છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુજરાતના પ્રવાસે  રહેશે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, 27 વર્ષ બાદ હવે જનતા પરિવર્તન ઇચ્છે છે.  ગુજરાતમાં  ઈસુદાનની સરકાર બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget