શોધખોળ કરો

Gujarat local body elections: સુરતમાં AAPના ઉમેદવારોનો વિરોધ, તો અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ

Gujarat local body elections: સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો લોકોએ વિરોધ કર્યો હતો. શહેરના વોર્ડ નંબર-1 અમરોલી વિસ્તારમાં મિટિંગ માટે AAPના ઉમેદવારો પહોંચ્યા હતા

Gujarat local body elections: સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો લોકોએ વિરોધ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના વોર્ડ નંબર-1 અમરોલી વિસ્તારમાં મિટિંગ માટે AAPના ઉમેદવારો પહોંચ્યા હતા. આ સમયે સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. AAPના ઉમેદવાર કલ્પેશ બારોટ સહિત ચારેય ઉમેદવારોનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જય શ્રી રામના નારા સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા આપના ઉમેદવારોએ ત્યાંથી ચાલતી પકડી હતી. 

સુરતમાં ભાજપમાં ઉકળતો ચરુ

સુરતમાં ભાજપમાં પણ ટિકિટ ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે. અડાજણમાં કોળી પટેલને ટિકિટ ન અપાતા આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ પૂર્ણેશ મોદીનો પણ ઘેરાવ કર્યો હતો. વોર્ડ નં.10માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ જોરદાર નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ઉમેદવારને બાકાત રખાતા સ્થાનિકોમાં જોરદાર આક્રોશ છે. અડાજણ ગામ, પાલ, ભાઠા ગામના લોકોએ રેલી યોજી વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો બેનર સાથે ભાજપના કાર્યાલય પર પહોંચ્યા હતા. વોર્ડ નં.10ના કાર્યાલય સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલીમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન

અમરેલી જિલ્લાના ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયાના પત્ની કોકીલાબેન કાકડીયાનો વીડિયો સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના ફોર્મ ભરતા સમયે કોકીલાબેન કાકડીયાએ આપેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ભાજપ સરકાર અંગે વિવાદિત નિવેદન આપતા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેમણે 'વિધર્મી' તત્વોના નાશ સંદર્ભે વાત કરી હતી. જેને લઈ રાજકીય વિવાદ થવાની શક્યતા છે.

કોકીલાબેને પોતાના નિવેદનમાં સરકારને લઈને કડક શબ્દો વાપર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. તો બીજી તરફ વિરોધ પક્ષોએ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે.

વીડિયોમાં કોકીલાબેન કાકડિયા કહી રહ્યા છે કે ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝૂંબેશ શરૂ કરી છે. સાથે મળી વિધર્મીઓને નાશ કરીએ. કોકીલા કાકડિયાના નિવેદનથી મોટો વિવાદ સર્જાઈ શકે છે. જોકે આ અંગે સવાલ કરાતા કોકીલા કાકડિયાએ કહ્યું કે મે કોઈને મારી નાખવાનું નથી કીધું. બીજી તરફ કોકીલાબેનના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. પ્રતાપ દૂધાતે કહ્યું કે ભાજપ મતદારોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે.

ભાજપના MLA મહેન્દ્ર પાડલિયાનું વિવાદાસ્પદ નિવેદન

રાજકોટના જેતપુરમાં ભાજપના MLA મહેન્દ્ર પાડલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા, અમે ઉમેદવાર આપ્યા છે. તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા છે. જેતપુર જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. 

મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. લલિત વસોયાએ કહ્યું હતું કે મહેન્દ્ર પાડલિયા માનસિક અસ્થિર છે. મહેન્દ્ર પાડલિયા સામે ભાજપે પગલા લેવા જોઈએ. ચૂંટણી સમયે પાડલિયાએ માનસિકતા ગુમાવી દીધી છે. ભાજપે કોંગ્રેસને નહીં આપને ઉમેદવાર આપ્યા છે. પાડલિયાથી ભાજપના કાર્યકરો નારાજ છે. મતદારોનું ધ્યાન ભટકાવવા પાડલિયા વાહીયાત નિવેદન કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget