શોધખોળ કરો

સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

Surat Rain: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ થઇ રહ્યો હતો. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

Surat Rain: રાજ્યમાં આજથી ચોમાસાના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે.

અત્યાર સુધીમાં 18 ઈંચ વરસાદ

શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે. સુરતમાં વરસાદનું જોર વધતા વિઝિબિલિટી ઘટી હતી, જેના કારણે વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરવા મજબુર બન્યા હતા. વિરામ બાદ વરસાદ શરૂ થતા નોકરિયાત લોકો ભીંજાયા હતા. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ થઇ રહ્યો હતો.  સુરત શહેરમાં અત્યાર સુધીમાં 18 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કોડિનાર, સુત્રાપાડા, વેરાવળ, તાલાલા સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે. વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં દોઢ ઇંચ, તાલાલામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. કોડીનાર શહેર, દેવળી, પીપળી, છારા, સરખડી રોનાજ,  મિતિયાજ, વડનગર, નવાગામ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સુત્રાપાડામાં વડોદરા ઝાલા, પસનાવડા, બાવા, વાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સાથે જ વાવડી, લોઢવા, સિંગસર, ધામલેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે. ગીર સોમનાથ ઉપરાંત દ્વારકામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભાણવડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યાં ધીમીધારે વરસાદ શરૂ રોડ રસ્તા પાણી પાણી થયા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે. પવિત્ર પરષોત્તમ માસ નાં પ્રથમ દિવસે જ વરસાદી માહોલ છવાયો છે.

સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

રાજયમાં વરસાદની ઝોન વાઈઝ સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 112.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.04 ટકા, મધ્ય ગુજરાતમાં 41.72 ટકા, સૌરાષ્ટ્રમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.51 ટકા વરસાદ થયો છે.રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ દાહોદ,વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જેમાં દાહોદમાં 32.33 ટકા,વડોદરામાં 35.12 ટકા, ડાંગમાં 30.70 અને નર્મદા જિલ્લામાં 33.21 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 112.24, અમરેલીમાં 63.73, બોટાદમાં 68.96, ગીર સોમનાથમાં 73.96, જામનગરમાં 71.06, જૂનાગઢમાં 95.27 અને રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના 207 જળાશયોમાં 52.96 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 60.41, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 34.47 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 41.56 ટકા, કચ્છના 20 જળાશયોમાં 63.77 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.49 ટકા જ્યારે સરદાર સરોવરમાં 63.38 ટકા પાણીના જથ્થા સાથે રાજ્યમાં કુલ 52.96 ટકા પાણીનો જથ્થો છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget