શોધખોળ કરો
Advertisement
Surat : આમ આદમી પાર્ટીએ સુરતમાં 5 વોર્ડમાં ભાજપને પછાડી કબ્જે કરી 21 બેઠકો, જાણો કયા કયા વોર્ડમાં થઈ જીત?
સુરતમાં વોર્ડ નંબર 5(ફુલપાડા-અશ્વની કુમારમાં આપની પેનલની જીત થઈ છે. તેમજ વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)માં આપની પેનલની જીત થઈ છે.
સુરતઃ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 5 વોર્ડની ચાર-ચાર મળીને 20 બેઠકો પર જીત મેળવી છે જ્યારે એક વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારો જીત્યા છે.
સુરતમાં વોર્ડ નંબર 5(ફુલપાડા-અશ્વની કુમારમાં આપની પેનલની જીત થઈ છે. તેમજ વોર્ડ નંબર 17 (પુણા પૂર્વ)માં આપની પેનલની જીત થઈ છે. આ સિવાય વોર્ડ નંબર-2માં આમ આદમી પાર્ટીની આખી પેનલનો વિજય થયો છે. આ પહેલા વોર્ડ નંબર 16માં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી જીત મેળવી હતી. એ પછી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 4માં પણ જીત મેળવીને પોતાના કોર્પોરેટરની સંખ્યા વધારીને 8 કરી હતી. એ પછી વોર્ડ નંબર 8 માં ભાજપની પેનલ તોડીને સોપો પાડી દીધો છે. વોર્ડ નંબર 8માં ભાજપના 3 ઉમેદવારો અને આણ આદમી પાર્ટીના 1 ઉમેદવારની જીત થઈ છે.
આમ આદમી પાર્ટીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉન સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ મંબર 4 એમ બે વોર્ડમાં શાનદાર જીત અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ તોડીને એક બેઠક મેળવીને ભાજપને આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4ની ચાર-ચાર બેઠકો પર ભવ્ય જીત મેળવીને આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે.
સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામ જોઇએ તો ભાજપની 47 બેઠક પર જીત થઈ છે. જ્યારે આપની 13 બેઠક પર જીત થઈ છે. વોર્ડ નંબર 8 માં પેનલ તૂટી છે. 3 ભાજપ અને 1 આપના ઉમેદવારની જીત મેળવી છે. કોંગ્રેસનું હજી સુધી ખાતું ખુલ્યું નથી. વોર્ડ નમ્બર 1,6,,10,13,14,15,21,23,25,27,29 માં ભાજપની જીત થઈ છે. વોર્ડ નમ્બર 2, 4, 5, 16 અને 17માં આપની જીત થઈ છે અને વોર્ડ નમ્બર 8માં 1 ઉમેદવારની જીત થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion