(Source: ECI/ABP News/ABP Majha)
રોજગાર દિવસની ઉજવણી : મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 62 હજાર યુવકોને નિમણૂક પત્ર અપાયા
આજે રોજગાર મેળામાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 60 હજાર યુવકોને રોજગાર નિમણૂક પત્ર અપાયા હતા. સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું.
સુરતઃ આજે ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા.
આજે રોજગાર મેળામાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂક પત્ર અપાયા હતા. આ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળવનાર 62 હજાર યુવકોને અભિનંદન આપું છું. આજે છઠ્ઠા દિવસે અમારું લક્ષ્યાંક હતું 50 હજાર યુવકોને મળે, ત્યારે 62 હજાર યુવકોને નોકરી મળી છે, તેથી ઉત્તમ શું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે કહીએ છીએ એ કરીએ છીએ. અમે ખાલી લુખ્ખા વચન આપતા નથી. સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી નવનિર્મિત મેયર બંગલોની પણ મુલાકાત લેશે.
પાટીલે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યમાંથી રોજગાર માટે લોકો ગુજરાત આવે છે. ગુજરાતે અન્ય પ્રાંતના લોકોને રોજગાર આપ્યો. સરકારની અનેક યોજનાઓને કારણે રોજગારીની તકો વધી. સુરમતાં ડાયમંડ બુર્સને કારણે અનેક લોકોને રોજગારી મળશે. રાજ્યમાં સૌથી વધુ લોકો રોજગાર માટે આવી છે. દારૂબંધીને કારણે રાજ્યમાં શાંતિ અને તેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો. રોજગાર ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતમાં કામદારોના અધિકારોનું રક્ષણ થયા છે. રાજગારીની તકો વધારવા જ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં રોજગાર મેળા શરૂ કર્યા હતા.