Heart Attack: સુરતમાં નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી મોત, પરિવાર શોકમાં ગરકાવ
Surat News: મૃતક હીરા કંપનીમાં કામ કરતા હતા. તેમના પરિવારમાં એક પુત્ર અને પત્ની છે.
Surat News: સુરતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલો આવવાના કિસ્સા વધી રહ્યા છે સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકમાં મોત થયું હતું. મૃતકનું નામ અમર કિશોરભાઈ રાઠોડ છે, જેઓ હીરા કંપનીમાં કામ કરતા હતા. તેમના પરિવારમાં એક પુત્ર અને પત્ની છે. યુવકના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
થોડા દિવસ પહેલા વેસુમાં કલર કામ કરતો 35 વર્ષીય યુવાન,પાંડેસરામાં કામ કરતી વખતે 45 વર્ષનો યુવાન અને અમરોલીમાં સવારે ઉંધ માંથી નહી ઉઠનાર 37 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. ડીંડોલીમાં બીલીયાનગરમાં રહેતો 35 વર્ષીય ધર્મવીર ગોંડ બુધવારે સાંજે વેસુમાં વી.આઇ.પી રોડ એસ.એમ.સી આવાસમાં પાસે કન્ટ્રકશન સાઇટ પર કલર કામ કરતો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો થતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરામાં ગોવાલકનગરમાં રહેતો 45 વર્ષીય બ્રિજબિહાર યાદવ આજે ગુરુવારે બપોરે બમરોલી રોડ હરીઓમનગર ઇન્ડસ્ટ્રીઝ પાસે મજુરી કામ કરતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગડતા ઢળી જતા સાવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતો 37 વર્ષીય રાજારામ સહાની આજે ગુરુવારે સવારે ઘરમાં ઉંધ માંથી ઉઠયો નહી. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે કલર કામ કરતો હતો.
વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
સાત દિવસ પહેલા સુરેન્દ્રનગર વિસ્તારમાંથી વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી હતી. સાયલાના સુદામડામાં 25 વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું હતું. પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કર્યો હતો. આ પહેલીવાર નથી, જ્યારે રાજ્યનાં 20થી 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય. તેવા અનેક કેસ છે.