શોધખોળ કરો
સુરતના કયા ત્રણ વિસ્તારોમાં છે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ? મનપા કમિશ્નરે શું આપ્યો આદેશ?
સુરતના મનપા કમિશનર બંછાનીધિ પાનીએ રાંદેર, અઠવા અને ઉધના એમ ત્રણ ઝોનમાં દરરોજ 1500 ટેસ્ટિંગ કરવા સૂચના આપવામાં આવી છે.

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સુરતમાં કોરોનાના દૈનિક કેસો સૌથી વધુ આવી રહ્યા છે. ત્યારે શહેરના રાંદેર, અઠવા અને ઉધના ઝોનમાં સૌથી વધુ સંક્રમણ છે. ત્યારે આ ત્રણ ઝોનમાં ચેપગ્રસ્ત દર્દીઓને સામેથી શોધી કાઢવા માટે મનપાએ આદેશ આપ્યા છે.
સુરતના મનપા કમિશનર બંછાનીધિ પાનીએ રાંદેર, અઠવા અને ઉધના એમ ત્રણ ઝોનમાં દરરોજ 1500 ટેસ્ટિંગ કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સામેથી જ દર્દીઓને શોધી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં હાલ, 2953 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છએ. તેમજ જિલ્લામાં કુલ 509 લોકોના અત્યાર સુધીમાં કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના 1056 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2674 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,170 એક્ટિવ કેસ છે, જ્યારે 55,276 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 72,120 પર પહોંચી છે.
રાજ્યમાં ગઈ કાલે કુલ 1138 દર્દી સાજા થયા હતા અને 29,604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,241 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,644 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
લાઇફસ્ટાઇલ
લાઇફસ્ટાઇલ
Advertisement