સુરતમાં વધુ એક રફ્તારના રાજાએ સર્જ્યો અકસ્માત, કાપોદ્રા ચાર રસ્તા પાસે પાંચ લોકોને લીધા અડફેટે
અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
![સુરતમાં વધુ એક રફ્તારના રાજાએ સર્જ્યો અકસ્માત, કાપોદ્રા ચાર રસ્તા પાસે પાંચ લોકોને લીધા અડફેટે In another accident in Surat, a car driver ran over five people near Kapodra Char Road સુરતમાં વધુ એક રફ્તારના રાજાએ સર્જ્યો અકસ્માત, કાપોદ્રા ચાર રસ્તા પાસે પાંચ લોકોને લીધા અડફેટે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/bf4c14d13cdd930c540f1458e8b310b1169077106020875_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ સુરત શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ વખતે કાપોદ્રા વિસ્તારમાં આ અકસ્માત થયો છે જેમાં ચાર રસ્તા પાસે પાંચ લોકોને અડફેટે લીધા છે. સાજન પટેલ નામના કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધાના સમાચાર છે. અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસે કાર ચાલક સાજન પટેલની અટકાયત કરી છે. આરોપી વાહનોનો લે-વેચનો ધંધો કરતો હોવાની માહિતી સામે આવી છે.
હાલમાં જ સુરતમાં બાઈક ઉપર જોખમી સ્ટંટ કરી રીલ્સ માટેના વીડિયો બનાવાનું બે યુવકોને ભારે પડ્યું હતું. થોડા દિવસ પહેલા અઠવાલાઇન્સ વિસ્તારનો બાઈક પર જોખમી સ્ટંટ કરતો રીલ્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સ્ટંટ કરનાર બે યુવકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. બંને મિત્રએ એક જ બાઈક પર વારાફરતી જોખમી સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતા.
આજના સમયમાં યુવાનોને સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું ઘેલું લાગ્યું છે. આ માટે યુવાનો જીવનું જોખમ લઈને સોશિયલ મીડિયા માટે શોર્ટ વિડિયો કે રીલ્સ બનાવી રહ્યા છે. પરંતુ આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ બનાવવું યુવાનોને ભારે પણ પડી શકે છે. આ પ્રકારના વીડિયો બનાવી યુવકો કાયદાને પોતાના હાથમાં લેતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા યુવકોના સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે જીવના જોખમે બાઈક ઉપર સ્ટંટ કરી વીડિયો બનાવનાર સુરતમાં વધુ બે યુવકની પોલીસે ધરપકડ કરી છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં બાઈક ઉપર બે યુવકો ઉભા રહીને જીવના જોખમે સ્ટંટ કર્યો હતો. તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.
જે બાદ ઉમરા પોલીસે બંને યુવકોને કાયદાનું ભાન કરાવવા કાર્યવાહી શરૂ કરી હતી અને બંને યુવકોની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બનાવમાં પોલીસે બાઈક પર સ્ટંટ કરનાર યુવાનોને ઝડપી પાડ્યા છે. ઉમરા પોલીસે ધીરજ વિક્રમસિંહ ચૌહાણ અને કિશોર ધાનકા નામના બે યુવાનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવા ટકોર કરી હતી. સુરતમાં અઠવાલાઇન્સના બ્રિજ પર બાઈક પર સ્ટંટ કરતો એક વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ તે જ બાઈક પર અન્ય એક યુવક કેબલ બ્રિજ પર સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે પોલીસે તપાસ કરીને સ્ટંટ કરનાર ધીરજ ચૌહાણ અને કિશોર ધાનકાની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને યુવકો મિત્ર હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)