બે દિવસમાં 2 સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટીવ આવતા ગુજરાતના આ શહેરમાં ખળભળાટ
સ્કૂલોમાં તપાસ માટે ખાસ સમિતિ બનાવવા મનપાએ આદેશ કર્યા છે.
![બે દિવસમાં 2 સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટીવ આવતા ગુજરાતના આ શહેરમાં ખળભળાટ In two days, 3 students from 2 schools came positive and there was a stir in this city of Gujarat બે દિવસમાં 2 સ્કૂલના 3 વિદ્યાર્થી પોઝિટીવ આવતા ગુજરાતના આ શહેરમાં ખળભળાટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/03/05e309e6be688fb1d65aeb6f3a9763cb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સ્કૂલો શરૂ થયાને માંડ પંદર દિવસ થયા છે. ત્યાં વિદ્યાર્થીઓને કોરોના થયાના કિસ્સા સામે આવ્યા છે. સુરતમાં છેલ્લા બે દિવસમાં લિંબાયતની સુમન સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી અને સિંગણપોરમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. બંન્ને સ્કૂલોને સાત દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી છે.
સિંગણપોરની સ્કૂલમાં ભણતી બંન્ને વિદ્યાર્થીની કતારગામમાં સાથે ટયૂશન કલાસીસમાં જતી હતી. જે ટયુશન કલાસમાં બંન્ને વિદ્યાર્થીની જતી હતી. તે ટયુશન કલાસ પણ સાત દિવસ માટે બંધ કરાવાયા છે. જયારે સ્કૂલમાં આ બંન્ને વિદ્યાર્થીનીની સાથે ભણતાં અન્ય 42 વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
મંગળવારે લિંબાયતની સુમન સ્કૂલમાં જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. સ્કૂલોમાં તપાસ માટે ખાસ સમિતિ બનાવવા મનપાએ આદેશ કર્યા છે. આચાર્યના અધ્યક્ષસ્થાના અધ્યક્ષસ્થાને 'સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ' બનાવમાં આવી છે. સમિતિએ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજીસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ તે તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના કેસ શૂન્ય છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.
હાલમાં અત્યાર સુધી 213 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 208 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,665 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 28 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,665 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ 15 દર્દીઓ નોંધાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)