Surat: સુરતમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત, કરોડો રૂપિયા જ્વેલરી અને રોકડ સીઝ
સુરત: આવકવેરા વિભાગે ચૂંટણીના સમયમાં સુરતમાં દરોડા પાડતા ચકચાર મચી છે. આવકવેરા વિભાગે 35થી વધુ જગ્યાએ કરોડા પાડ્યા છે. હિરાના વેપારી અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
સુરત: આવકવેરા વિભાગે ચૂંટણીના સમયમાં સુરતમાં દરોડા પાડતા ચકચાર મચી છે. આવકવેરા વિભાગે 35થી વધુ જગ્યાએ કરોડા પાડ્યા છે. હિરાના વેપારી અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ રેડમાં કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ્સ સીઝ કરવામાં આવ્યા છે. જમીન ખરીદ વેચાણના ડોકયુમેન્ટ્સ પણ મળી આવ્યા છે. ડામચંડ અને બિલ્ડર ગ્રુપમાં દરોડા પ્રથમ ચરણના મતદાન પૂર્ણ થયા બાદથી પાડવામાં આવ્યા છે.
સતત બીજા દિવસે IT ની તપાસ ચાલી રહી છે. કરોડની જ્વેલરી-રોકડ પણ મળી આવી છે. સાત કરોડ રૂપીયાની જવેલરી અને રોકડ સીઝ કરવામાં આવી છે. 150થી વધુ અધિકારી કર્મચારી રેડમાં જોડાયા છે. ભાવના જેમ્સ, ધાનેરા ડાયમન્ડને ત્યાં સર્ચ ઓપરેશન યથાવત છે. રમેશ વઘાસીયા અને નરેશ વીડિયોના ત્યાં સર્વે યથાવત છે.
સુરતમાં બેકાબુ બનેલા ઘોડાએ આધેડને લાત મારતા મોત
ડાયમંડ નગરી સુરતમાં એક દુખદ ઘટના સામે આવી છે. સુરતમાં બેકાબુ બનેલા એક ઘોડાએ લાત મારતા આધેડનું મોત નિપજ્યું છે. મૃતકનુ નામ નીંબા શંકર પાટીલ છે અને તે આસપાસ નગર 2 માં રહે છે. નીંબા શંકર પાટીલની ઉંમર 68 વર્ષની હતી. તેઓ ઘર નજીક રસ્તા પર ઉભા હતા. રસ્તા પર બેકાબુ બનેલા ઘોડાએ નીંબા શંકર પાટીલને પાછળથી લાત મારી હતી. આ ઘટનામાં ભોગ બનનાર જમીન પર પટકાયા હતા.
જમીન પર પટકાયા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કિરણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાત ચૂંટણીમાં યુપીવાળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત તઈ જશે. પક્ષો-ઉમેદવારો આજે સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો બેન્ડવાજા, ડીજે સાથે રેલીઓ યોજીને શક્તિ પ્રદર્શન કરશે. શનિવાર-રવિવારના ભરપૂર લગ્નો છે. જેના કારણે ઉમેદવારો લગ્નસમારોહમાં જઇને પણ પોતાનો પ્રચાર કરશે.
બોરસદના દાવોલ ખાતેનો વીડિયો વાયરલ થયો
બોરસદના દાવોલ ખાતેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુજરાત ચૂંટણી પ્રચારમાં પણ યુપી જેવો માહોલ જોવા મળ્યો. પ્રચાર દરમિયાન બાર ડાન્સર બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંગ પરમારે બાર ડાન્સર બોલાવ્યાની વાત છે. ડાન્સરને જોઈ યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા.સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોવા મળી રહ્યા છે. નશાની હાલતમાં યુવાઓ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી.