શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ભાજપના ક્યા ધારાસભ્યને નામે ઉઘરાવાઈ દસ કરોડથી વધુની રકમ? જાણો કોણે કર્યો આ કરોડોનો ખેલ ?
માહિતી પ્રમાણે, ભેસ્તાનના હાર્દિક પેટલના યુવકે ધારાસભ્યનું નામ વટાવી અન્ય રાજકારણી અને અધિકારીઓના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી નાંખ્યું હતું.
સુરતઃ ગુજરાતમાં ધારાસભ્યના નામનો ગેરઉપયોગ કરીને કરોડો રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઝીંગા ફાર્મ માલિકો પાસે હાર્દિક પટેલ નામના વ્યક્તિએ કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈને બદનામ કરવાના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.
માહિતી પ્રમાણે, ભેસ્તાનના હાર્દિક પેટલના યુવકે ધારાસભ્યનું નામ વટાવી અન્ય રાજકારણી અને અધિકારીઓના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી નાંખ્યું હતું. ઝીંગા તળાવની મંજૂરી આપવાના બહાને અસંખ્ય લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ચિટિંગ કરવામાં આવ્યું છે.
આ અંગે ઝીંગા ફાર્મર સંદીપ પટેલની ફરિયાદ બાદ ઓલાપડ અને ચોર્યાર્સી તાલુકામાં અસંખ્ય લોકો હાર્દિકના કારસ્તાનનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. આશરે 10 કરોડથી વધુની રકમ ઉઘરાવી લોકો સાથે ચીટિંગ કર્યાની આશંકા છે. આ કૌભાંડનો આંકડો હજુ પણ વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion