શોધખોળ કરો
Advertisement
રાજ્ય સરકારે લોકોને સૌરાષ્ટ્ર મોકલવા રાજ્યભરની બસો સુરતમાં ખડકી દીધી, જાણો વિગત
સૌરાષ્ટ્ર જવા માટે લોકોનો ઘસારો વધી જતાં રાજ્યભરની બસો સુરત મોકલી દેવામાં આવી છે. સુરતનો વરાછા ફ્લાયઓવર બ્રિજ બસો માટે પાર્કિંગ પ્લોટ બની ગયો છે.
સુરત: ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન સુરતમાં ફસાયેલા લોકોને વતન જવાની છૂટ આપી છે. જોકે, સૌરાષ્ટ્ર જવા માટે લોકોનો ઘસારો વધી જતાં લોકોને બસ મળવામાં મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર જવા માટે મોટી સંખ્યામાં બસો ખડકી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર જવા માટે લોકોનો ઘસારો વધી જતાં રાજ્યભરની બસો સુરત મોકલી દેવામાં આવી છે. સુરતનો વરાછા ફ્લાયઓવર બ્રિજ બસો માટે પાર્કિંગ પ્લોટ બની ગયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની બસો સુરત આવી છે. લોકોને બસ ન ફાળવવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી રહી હતી. રાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર જવા રવાના થયા હતા.
સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે મોટી સંખ્યામાં જીએસઆરટીસીમાં રજિસ્ટ્રેશન થતાં રાજ્ય સરકારના મંત્રી કુમાર કાનાણી દ્વારા વધુ બસો આપવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકારે વધુ બસો ફાળવી હતી. તેમજ આ બસો દ્વારા લોકોને હાલ વતન મોકલાઇ રહ્યા છે. કુમાર કાનાણીને રત્નકલાકારોએ બસો ન મળતી હોવાની રજૂઆત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion