SURAT : કતારગામ વિસ્તારમાં લક્ઝરીયસ કારનો અકસ્માત, ત્રણ યુવાનોનો આબાદ બચાવ, જુઓ અકસ્માતનો વિડીયો
Surat News : ચાર રસ્તા પાસેથી વળાંક લઈને આ કાર એટલી પૂર ઝડપે ચલાવી કે કાર ડિવાઈડર કૂદીને રોન્ગ સાઈડમાં ગઈ અને પલટી મારી ગઈ.
SURAT : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં અકસ્માતની એક અજીબ ઘટના ઘટી છે. કતારગામમાં એક ચાર રસ્તા પાસે બે નબીરાઓએ બેફામ રીતે લક્ઝરીયસ કાર ચલાવી અને આ અકસ્માત સર્જ્યો હતો. ચાર રસ્તા પાસેથી વળાંક લઈને આ કાર એટલી પૂર ઝડપે ચલાવી કે કાર ડિવાઈડર કૂદીને રોન્ગ સાઈડમાં ગઈ અને પલટી મારી ગઈ. આ સમયે રોડની બીજી બાજુ ત્રણ યુવાનો ઉભા હતા, જો કે આ ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયૉ છે. જુઓ આ અકસ્માતનો વિડીયો
સુરતના કતારગામ વિસ્તારમાં લક્ઝરીયસ કારનો અકસ્માત, રોડ પર ઉભેલા ત્રણ યુવાનોનો આબાદ બચાવ pic.twitter.com/rDjssLaAJH
— ABP Asmita (@abpasmitatv) April 7, 2022
વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુ ગઈ અને પલટી મારીને આડી પડી ગઈ. અકસ્માતની આ ઘટના ઘટતા જ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા અને કારમાં સવાર બે યુવકોને બહાર કાઢ્યા હતા અને બાદમાં કારને સીધી કરી હતી. આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી. કારમાં સવાર બે યુવકોને નાની મોટી ઈજાઓ થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુરતમાં કિશોરી પર બળાત્કાર કરી બનાવી ગર્ભવતી
સુરતના ગોડાદરામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર થયાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર આરોપી યુવકે કિશોરી સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારના કારણે કિશોરી ડિપ્રેશનમાં જતી રહી હતી અને ધોરણ 12ની પરીક્ષા આપવા ના જતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બાદમાં તપાસ કરતા કિશોરી ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે આ મામલે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ઉંઘમાં જ યુવકની હત્યા
કતારગામ લલિતા ચોકડી ખાતે યુવકની હત્યા કરવામાં આવી છે. ઊંઘમાં જ યુવક ની હત્યા કરાઈ છે. અજાણ્યા હત્યા કરી ફરાર થઈ ગયા છે. લોહી લુહાણ હાલતમાં બોડી મળી આવી છે. કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.