શોધખોળ કરો
Advertisement
સુરતઃ 'મારે તારી સાથે રહેવું નથી', તેમ કહી પતિએ આપી દીધા ટ્રીપલ તલાક
32 વર્ષીય પતિ સુલતાન શેખે, 'મારે તારી સાથે રહેવું નથી, તલાક તલાક તલાક, એમ કહી ટ્રીપલ તલાક આપી દીધા છે.
સુરતઃ શહેરના લીંબાયત વિસ્તારમાં પરિણીતાને તેના પતિએ ટ્રીપલ તલાક આપી દીધા હોવાની ઘટના સામે આવી છે. 32 વર્ષીય પતિ સુલતાન શેખે, 'મારે તારી સાથે રહેવું નથી, તલાક તલાક તલાક, એમ કહી ટ્રીપલ તલાક આપી દીધા છે. આ અંગે પરિણીતાએ લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
ફરિયાદી મહિલાના પતિએ પત્ની સાથે રહેવું નથી તેમ કહી 3 વખત તલાક બોલી તરછોડી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલ નવા કાયદા મુજબ કાર્યવાહી કરાશે. લીંબાયત પો.સ્ટે.માં A -3606/2020 મુજબ લગ્નના હક્કોની રક્ષણ બાબત કાર્યવાહી કરાશે.
પરિણીતાએ પોલીસને આપેલી વિગતો પ્રમાણે લીંબાયત સ્થિત પોતાના ઘરે ફરિયાદી કુંટુંબ સાથે જમી પરવારી બેસેલ હતા, તે દરમિયાન આ ફરિયાદીનો પતિ ફરિયાદીના ઘરે આવેલ અને ફરીયાદીને કહેલ કે, મારે તારી સાથે રહેવું નથી, તેમ કહી ત્રણ તલાક તલાક તલાક કહી ચાલી જઈ ગુનો કર્યો હતો. મહિલાએ ગઈ કાલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement