શોધખોળ કરો
સુરતના મ્યુનિસિપલ કમિશ્નર તોરવણેની ટ્રાન્સફર, જાણો કોણ બન્યા નવા કમિશનર?
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે મોડી રાત્રે સપાટો બોલાવીને રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી તેમાં સુરત, રાજકોટ, જામનગર અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરોનો પણ સમાવેશ થાય છે.
રૂપાણીએ આપેલા આ આદેશમાં આ સુરતના મ્યુનિસિપલ કમિશ્નરને ક્યાં મૂકવામાં આવ્યા છે અને તેમના સ્થાને કોને મૂકવામાં આવ્યા છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
સુરત મ્યુનિસિપલ કમિશ્નર મિલિંદ તોરવણેની બદલી કરી તેમને ગુજરાત સરકારમાં સેક્રેટરી (હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાત), અર્બન ડેવલપમેન્ટ તથા અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી બનાવાયા છે. તોરવણેને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. આ ઉપરાંત મિલિંનદ તોરવણે પાસે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનનો વધારાનો ચાર્જ પણ રહેશે.
તોરવણેના સ્થાને સુરતના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે તરીકે એમ. થેન્નારશનની નિમણૂક કરાઈ છે. થેન્નારશન પહેલા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કમિશનર હતા અને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સચિવ પણ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement