OMG: સુરતમાં ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં વિદ્યાર્થિનીને કહ્યું ટીશર્ટ ઊંચુ કર...., બાદ મચી ગયો હોબાળો, જાણો શું છે મામલો
હાલ કોલેજની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કવોડની ટીમ ગેરવર્તણુંકની ફરિયાદ ઉઠી છે.
સુરત:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઇ વધુ એક વિવાદ સામે આવ્યો છે.Vnsgu ની સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીનીનું પરીક્ષા દરમિયાન ટી-શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો થઇ ગયો હતો. Vnsgu ની સંલગ્ન કોલેજોમાં હાલ રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે સ્કવોડની ટીમ તૈયાર કરાઈ હતી. જેમાં આ વર્ષે પહેલી વખત મહિલા સ્કવોડની ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની 3 મહિલા પ્રોફેસરોને સામેલ કરવામાં આવી હતી. આ મહિલા સ્કવોડની ટીમ ગઈકાલે યોજાયેલી પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરુચ ખાતે પહોંચી હતી. આ દરમિયાન એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી-શર્ટ ઉપર કરવા જણાવ્યું હતું, સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓએ આવી વર્તણુંકનો વિરોધ કરતા હોબાળો પણ કર્યો હતો જો કે યુનિવર્સિટી સત્તાધીશોએ આ મુદે કંઇ પણ ન કહેતા મૌન સેવ્યું છે. યુનિવર્સિટી સતાધીશોનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ જ નથી મળી.
તો બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજની ઘટના સામે આવી છે અહીં ફિઝિયોથેરોપી ના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. તબીબ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.
સાથી મિત્રોએ હોસ્ટેલમાં રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજો ન ખોલ્યો બાદ સાથી મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો, તો વિદ્યાર્થી બેભાન પડ્યો હતો અને મોમાંથી ફીણ નીકળતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રેમ પ્રકરણમાં માનસિક તણાવના કારણે નાસીપાસ થયેલા વિદ્યાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિદ્યાર્થીને તાત્કાલક સારવાર મળી જતાં તેમની તબિયત સુધારા પર હોવાનું તબીબો દ્રારા જણાવા મળ્યું છે.