સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટ વિવાદમાં આવી હતી

સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટ વિવાદમાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતની કે.ચારકોલ રેસ્ટોરંટના મહિલાના વોશરૂમમાં મોબાઈલ મળી આવ્યો હતો. તેના કારણે હોબાળો મચી ગયો હતો. આ મામલે પોલીસે ખુલાસો કર્યો હતો કે મહિલા વોશરૂમમાંથી મળી આવેલા મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ મોબાઈલ ફોન સફાઈ કર્મી સુરેંદ્ર રાણાનો હતો અને તેણે જ મોબાઈલ વોશરૂમમાં મુક્યો હતો. સફાઈકર્મી પાસેથી બે મોબાઈલ મળી આવ્યા છે. સફાઈકર્મીના ઘરમાંથી એક સ્પાય કેમેરો પણ મળી આવ્યો છે. આરોપીએ મહિલા વોશરૂમની જાળી પર મોબાઈલ મુક્યો હતો. સફાઈકર્મી 2 વર્ષથી નોકરી કરતો હતો. સીમ કાર્ડ વગરનો મોબાઈલ વોશરૂમમાં મુક્યો હતો. આરોપીના મોબાઈલમાંથી પાંચ વીડિયો મળી આવ્યા છે. મોબાઈલ ફોન તપાસ માટે FSLમાં મોકલાશે. રેસ્ટોરંટના તમામ સફાઈકર્મીઓના મોબાઈલની તપાસ કરાઈ રહી છે. શંકાના આધારે કેટલાક સફાઈકર્મીઓના મોબાઈલ જપ્ત કરાયા હતા. આરોપીના મોબાઈલમાં પોર્ન વેબસાઈટ પણ જોવા મળી હતી.
પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપીના મોબાઈલમાંથી પાંચ વીડિયો મળી આવ્યા છે. આરોપી સીમ કાર્ડ વગરનો મોબાઈલ વોશરૂમમાં ગોઠવતો હતો. વીડિયો રેકોર્ડ થયા બાદ અન્ય મોબાઈલમાં ટ્રાંસફર કરતો હતો. ઉમરા પોલીસે મોબાઈલ મુકનાર સફાઈકર્મીની ધરપકડ કરી હતી. પોલીસે વોશરૂમમાંથી મળેલા મોબાઈલની તપાસ શરૂ કરી હતી.
કે.ચારકોલ રેસ્ટોરંટના વોશરૂમમાં ફોન હોવાનું એક મહિલાને ધ્યાને આવતા તેણે હોબાળો મચ્યો હતો અને રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સામે આક્ષેપ કર્યો હતો. પીપલોદમાં આવેલી કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં હોબાળો મચતા ગ્રાહકો પણ વિફર્યા હતા. બારીના ભાગે ફોન મૂકયો હતો, મહિલાનુ ધ્યાન પડતા મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જમવા આવેલા લોકોએ એકઠા થઈ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો. હાલ તો આ આ મામલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી હતી.




















