શોધખોળ કરો
સુરતઃ ગોડાદરામાં નિષ્ઠુર માતાએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ત્યજી દીધું નવજાત બાળક
પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી શિશુ મળતાં રહીશોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ બાળકનો કબજો લઈ ગોડાદરા પોલીસે બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર.
સુરતઃ શહેરના ગોડાદરામાં નિષ્ઠુર માતાએ નવજાત બાળકને ત્યજી દેતા ખળભળાટ મચી ગયો છે. પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી શિશુ મળતાં રહીશોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ બાળકનો કબજો લઈ ગોડાદરા પોલીસે બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યું છે. પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે કડકડતી ઠંડીમાં નવજાત શિશુને છોડીને જતી રહેલી માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
વધુ વાંચો





















