શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
સુરત: ‘મમ્મી-પપ્પા હવે મારાથી સહન થતું નથી, હવે હું જાઉં છું’ કહીને યુવાને કર્યો આપઘાત
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ જીનવ ટુંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

સુરતઃ સુરતના હજીરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કેતન સોપારીવાળા નામના વેપારીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીએ જીનવ ટુંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના વેપારીએ સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. પરિવારજનો દ્વારા મૃતક છેલ્લા 12 દિવસથી ગુમ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વેપારીએ લખેલી સુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં ત્રાસ આપનારા 6 વ્યાજખોરોના નામ લખ્યા છે.
કેતન સોપારીવાલાએ આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈટ નોટ મળી હતી. જેમાં 6 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement


gujarati.abplive.com
Opinion