શોધખોળ કરો
Advertisement
સુરતઃ 79 વર્ષના દાદાનાં કપડાં ઉતરાવીને યુવતી સાથે નગ્નાવસ્થામાં પાડી લીધા ફોટા ને પછી....
વૃદ્ધના કપડા પરાણે કઢાવી યુવતી પાસે બેસાડી અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. આ પછી અન્ય એક યુવતી આવી ગઈ હતી અને વૃદ્ધને નીચે બેસાડી દીધા હતા. દરમિયાન અન્ય બે શખ્સો આવ્યા હતા અને તેમણે પોલીસની ઓળખ આપી કુંદનલાલને ધમકાવ્યા હતા.
સુરતઃ શહેરમાં વધુ એક વખત હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લૂમ્સ ભાડે અપાવવના બહાને વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. વૃદ્ધને કામરેજ લઈ ગયા બાદ મહિલા સહિતની 8 લોકોની ટોળકીએ 25 હજાર રૂપિયા પડાવ્યા હતા. બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવ્યા હતા. દોઢ લાખની માંગણી બાદ 25 હજારમાં પતાવટ કરી હતી. આ અંગે વૃદ્ધે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત 4 ડિસેમ્બરે ઘોડદોડ રોડ પર રહેતા કુંદનલાલ મગનલાલ કણીયા (ઉ.વ.79)ને કતારગામ ખાતે મિલકતનો કાટમાળ વેચવાનો છે, તેવું પૂછવાને બહાને એક વ્યક્તિએ પોતાનું નામ વિશાલ જણાવી પોતાનું મોબાઇલ નંબર આપ્યો હતો. તેમજ તેમનો મોબાઇલ નંબર લીધો હતો.
આ પછી ગત 9મી ડિસેમ્બરે કુંદલનલાનને ફોન કરી 72 મશીન ભાડે આપવાના છે, તેમ જણાવ્યું હતું. આથી કુંદનલાલે તેમાં રસ બતાવ્યો હતો અને વિશાલને સવારે મળવા બોલાવ્યો હો. અહીં બંને બાઇક પર બેસીને દેલાડપાટીયા જવા નીકળ્યા હતા. રસ્તામાં કોઈ જગ્યા ભાડે આપવાની હોવાથી તેની ચાવી આપવાનું બહાનું કાઢી ખોલવડગામ લેવા જવાનું જણાવ્યું હતું. તેમજ તે લેવા કામરેજ ટોલટેક્સથી આગળ એક એપાર્ટમેન્ટના રૂમમાં લઈ ગયા હતા. અહીં એક યુવતીએ તેમને પાણી આપ્યું હતું. આ જ સમયે બે અજાણ્યા પુરુષો અંદર આવી ગયા હતા અને કુંદનલાલને બે ફડાકા મારી યુવતી સામે જોઇ આવા ધંધા કરો છો, તેમ કહ્યું હતું. તેમજ વિશાલને તમાચા મારી બહાર કાઢી મૂક્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.
આ પછી વૃદ્ધના કપડા પરાણે કઢાવી યુવતી પાસે બેસાડી અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. આ પછી અન્ય એક યુવતી આવી ગઈ હતી અને વૃદ્ધને નીચે બેસાડી દીધા હતા. આ પછી અન્ય બે શખ્સો આવ્યા હતા અને તેમણે પોલીસની ઓળખ આપી કુંદનલાલને ધમકાવ્યા હતા. તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દોઢ લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, વૃદ્ધે પૈસા ન હોવાનું કહેતા કામરેજ પોલીસ સ્ટેશન લઈ જઈને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી.
અંતે 25 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જે પ્રમાણે કુંદનલાલે મિત્રની દુકાનેથી પૈસા અપાવ્યા હતા. આ પછી કુંદનલાલને છોડી મુકતા તેઓ ઘરે આવ્યા હતા અને તેમણે પુત્રને વાત કર્યા પછી આ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસે બે મહિલા સહિતની ટોળકી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement