શોધખોળ કરો
Advertisement
ડુંગળીના ભાવ આસમાનેઃ કિલો ડુંગળીના ભાવ જાણી આંખમાં આવી જશે પાણી
આ વર્ષે નાસિકમાં ડુંગળીની આવક ખુબ જ ઓછી છે. ડુંગળીના નવા પાકની આવક ઓછી છે. મહારાષ્ટ્રમાં 100 ગુણીની જગ્યાએ 10 ગુણી માલ નીકળ્યો છે. ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક ખરાબ થઇ ગયો છે. જેને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
સુરતઃ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ આ વર્ષે પણ લોકોને રડાવ્યા છે. સુરતમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચી ગયો છે. સુરતમાં કિલો ડુંગળીનો ભાવ 100 રૂપિયા કિલો થઈ ગયો છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.
નાસિકમાં ડુંગળી માર્કેટમાં ઇનકમટેક્ષની રેડ પડતા ફફડાટ વ્યાપી ગયો છે. આ વર્ષે નાસિકમાં ડુંગળીની આવક ખુબ જ ઓછી છે. ડુંગળીના નવા પાકની આવક ઓછી છે. મહારાષ્ટ્રમાં 100 ગુણીની જગ્યાએ 10 ગુણી માલ નીકળ્યો છે. ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક ખરાબ થઇ ગયો છે. જેને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ડુંગળી પછી લસણ પણ મોંઘું થયું છે. ખેડૂતોને લસણના વાવેતર સમયે બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે. લસણના એક મણના ભાવ 1100 થી 1300 રૂપિયા છે. વાવેતર સમયે લસણના ભાવ આસમાને, જ્યારે ખેડૂતો લસણ પકવે છે ત્યારે માત્ર 300 થી 400 રૂપિયા એક મણના ભાવ મળે છે.
ચાલુ વર્ષે વરસાદ સારો હોવાના કારણે વાવેતર કરવા માટે ખેડુતો મોંઘું લસણનું બિયારણ લઇ રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુ બિયારણ માટે ખેડૂતો લેવા જાય ત્યારે તેના ભાવ 3 થી 4 ગણા ચુકવવા પડે છે. લસણમાં જ આવું કંઈક હાલમાં જોવા મળી રહ્યું છે . લસણમાં ખેડૂતોની ઘરાકી નીકળી પરંતુ લસણના ભાવ આસમાને હોવાથી મધ્યમ વર્ગના ખેડૂતો લસણનું બિયારણ લઈ શકતા નથી. તો રિટેલ માર્કેટમાં પણ લસણના ભાવ ઊંચા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
Advertisement