શોધખોળ કરો

ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાથી 179 મોત પૈકી માત્ર આ એક જ શહેરમાં 100 લોકોએ જીવ ગુમાવ્યો

સુરતમાં 19 માર્ચના રોજ વિદેશથી આવેલી યુવતિને કોરોના આવ્યા બાદ 25 જુલાઈ સુધીમાં 11969 કોરોના કેસ થઈ ગયા છે.

સુરતઃ 19થી 25 જુલાઈના સાત દિવસમાં ગુજરાતમાં કોરોના વાયરસને કારણે 179 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોના મોત થયા છે. આમ જોવા જઈએ તો છેલ્લા સાત દિવસમાં કુલ મોતના 56 ટકા મોત એકલા સુરત શહેરમાં થયા છે. આ આંકડો માત્ર સુરત જ નહીં પણ રાજ્ય સરકાર માટે પણ આંકડો ચોંકાવનારો છે. છેલ્લા સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં 7236 કોરોના પોઝિટિવ દર્દી નોંઘાયા છે, તેમાં માત્ર સુરતમાં જ 27.14 ટકા એટલે 1964 દર્દી નોંધાયા છે. કેસ વધવા કરતાં આખા ગુજરાતમાં સૌથી વધુ મોત સુરતમાં થતાં હોવાથી ચિંતામાં વધારો થયો છે.  સુરતમાં 19 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રોજના 14લોકોના સરેરાશ મોત થયા છે, જેમાં 21 જુલાઈએ સૌથી વધુ 21 મોત અને 25 જુલાઈએ સૌથી ઓછા 11 મોત થયા છે.  છેલ્લા સાત દિવસમાં આખા ગુજરાતમાં 179 મોત નોંધાયા, જેમાંથી માત્ર સુરતમાં જ 100 મોત એટલે કુલ મોતના 56.17 ટકા મોત નોંધાતા હાહાકાર મચી ગયો છે. સુરતમાં 19 માર્ચના રોજ વિદેશથી આવેલી યુવતિને કોરોના આવ્યા બાદ 25 જુલાઈ સુધીમાં 11969 કોરોના કેસ થઈ ગયા છે. આખા ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 25 જુલાઇ સુધીમાં 54712 હતી તેમાંથી સુરતના 11969 કેસ એટલે 21.87 ટકા દર્દી માત્ર સુરતમાં જ છે. આ સત્તાવાર આંકડા છે. શનિવારે સાંજ સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 54712 અને 2305 મોત નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 532 લોકોની જીંદગી કોરોનામાં હોમાઈ ગઈ છે.  જે ગુજરાતના અત્યાર સુધીના મૃત્યુ આંકમાં 23.08 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget