શોધખોળ કરો

ગુજરાતની આ સરકારી સ્કૂલમાં વાલીઓએ કરી પડાપડી? જાણો કેમ

સુરતની એક સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓ લાઈનમાં ઉભા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત વર્ષમાં આ શાળામાં 800 જેટલું વેઈટિંગ હતું જે આ વર્ષે વધી ગયું છે.

સુરત: સામાન્ય રીતે આપણે સ્કુલોમાં એડમિશનની લાઈન જોઈ હશે પરંતુ આ લાઈનો ફક્ત ખાનગી શાળાઓમાં દેખાઈ હશે પરંતુ સુરતની એક સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓ લાઈનમાં ઉભા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત વર્ષમાં આ શાળામાં 800 જેટલું વેઈટિંગ હતું જે આ વર્ષે 1500 વેઈટીંગ છે. શા માટે વાલીઓ આ શાળામાં એડમિશન લેવા પડાપડી કરે છે તેની નજર કરીએ.... ગુજરાતની આ સરકારી સ્કૂલમાં વાલીઓએ કરી પડાપડી? જાણો કેમ તમને જે ભીડ ભીડ જોવા મળી રહી છે તે લાઈનો એડમિશન માટેની છે. તમે વિચારશો કે આમાં શું નવાઈની વાત છે. ખાનગી શાળામાં તો એડમિશન માટે લાઈન લાગે જ છે. પરંતુ આ લાઈનોમાં વિચારવા જેવી બાબતની તમને જાણકારી આપીએ તો આ લાઈન જે લાગેલી છે તે કોઈ ખાનગી શાળાની નહીં પરંતુ સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ મહાનગર પાલિકાદ્વારા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 જે સરકારી શાળાની છે. ગુજરાતની આ સરકારી સ્કૂલમાં વાલીઓએ કરી પડાપડી? જાણો કેમ આ શાળામાં બાળકોને શિક્ષણ આપવની વાત કરવામાં આવે તો હાઈટેક શિક્ષણ છે. રમવા માટે સરસ મેદાન છે. બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે ક્વોલીફાઈડ સ્ટાફની સુવિધા છે. આ ઉપરાંત અહીં બાળકોને રમવા માટે જૂની પરંપરાગત રમતો પણ છે. જેવી કે ભમરડા, લખોટી, લંગડી, ખોખો જેવી રમતો રમાડવામાં આવે છે. આજના મોબાઈલ અને કમ્પ્યુટરના યુગમાં બાળકો શારીરિક રમતો નથી. જેને લઈને આ રમતો શીખવાડવામાં આવે છે. તેથી જ શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓ તલપાપડ થઇ રહ્યા છે. ગુજરાતની આ સરકારી સ્કૂલમાં વાલીઓએ કરી પડાપડી? જાણો કેમ શાળામાં બાળકો માટે સારી સુવિધા ઉપલબ્ધ છે. અને બાળકો શિક્ષકને સાહેબ કે મેડમ નથી કહેતા તેઓ શિક્ષકને ગુરૂજી અને દીદી કહીને બોલાવે છે. આ ઉપરાંત શાળાના આચાર્ય સાથે વાત કરવામાં આવી તો તેમણે અનેક વાતો તો જણાવી પણ મહત્વની વાત એ છે કે મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે મહિના દરમિયાન કોઇની પણ વર્ષગાંઠ હોય તો તે દિવસે તમામ વિદ્યાર્થીઓના માતાપિતાને બોલાવી એક હવન કરવામાં આવે છે. ગુજરાતની આ સરકારી સ્કૂલમાં વાલીઓએ કરી પડાપડી? જાણો કેમ માતૃપિતૃ પૂજન, દાદા દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો થકીથી બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આ થકીથી બાળકોમાં સારા સંસ્કાર આવે છે. હવે સુરત મહાનગરપાલિકા પણ આ પ્રકારનો કોન્સેપ્ટ અન્ય શાળાઓમાં પણ દાખલ કરવા જઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget