Surat: સુરતમાં કોર્ટ પરિસરમાં હથિયાર લઈને ઘુસ્યા લોકો, ગેંગવોરની ઘટના બને તે પહેલાં જ પોલીસે પાર પાડ્યો ખેલ
સુરત: કોર્ટ પરિસરમાં જ ગેંગ વોર થાય તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઇમરાન ઘડી અને એમરોજ દાલ ચાવલ ગેંગના સાગરીતો તીક્ષ્ણ હથિયારો લઈ કોર્ટમાં ગેંગવોર કરવાના ઇરાદે પ્રવેશ્યા હોવાની જાણ થતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત: કોર્ટ પરિસરમાં જ ગેંગ વોર થાય તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઇમરાન ઘડી અને એમરોજ દાલ ચાવલ ગેંગના સાગરીતો તીક્ષ્ણ હથિયારો લઈ કોર્ટમાં ગેંગવોર કરવાના ઇરાદે પ્રવેશ્યા હોવાની જાણ થતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે. ગેંગવોરના અને કિસ્સાઓ સુરત શહેરમાં સમયાઅંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટ માર્ચ થવાની શક્યતા હતી પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો. તમામ આરોપીઓ હથિયારો સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા. કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા.
ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી 1 આરોપીને પકડી પાડયો હતો. હાલમાં ઉમરા પોલીસે અન્યની શોધખોળ શરૂ કરી છે. જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર થતા રહી ગઈ હતી. કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી ગેંગવોર અટકી ગયો.
અમદાવાદની એલડી એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર
અમદાવાદ: શહેરમાં આવેલી એલડી એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. એન્જિનિયર કોલેજના B બ્લોકમાં યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૃતક વિદ્યાર્થી મૂળ સુરતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક વિદ્યાર્થી BE ટેકસ્ટાઈલ બ્રાન્ચમાં અભ્યાસ કરતો હતો. હાલમાં પોલીસે વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી છે. જો કે આ વિદ્યાર્થીએ ક્યા કારણે આ પગલું ભર્યું તેની માહિતી સામે આવી નથી.
BMW કાર ચાલકે રાહદરી કપલને લીધું અડફેટે
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર આ ઘટના બની છે. BMW કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની આશંકા છે. રોડ પર ચાલી રહેલા રાહદારી કપલને કાર ચાલકે અડફેટે લીધા હતા. BMW કાર ચાલક ઘટના સ્થળ પરથી દોઢ કિલોમીટર આગળ ગાડી મૂકીને નાસી ગયો હતો. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
રાજકોટમાં રોડ ક્રોસ કરતાં વિદ્યાર્થીને કાર ચાલકે ઉડાવ્યો
રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4 ના વિદ્યાર્થી કારચાલકે હડફેટે લેતા મોત થયું છે. અકસ્માતમાં જયેશ ઉર્ફે ચીકી ગોહેલ નામના બાળકનું મોત થયું છે. બાળકને અડફેટે લઈ કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. કુવાડવાના મધરવાડા રોડ પર આ ઘટના બની હતી.કાર નંબર GJ3HR 5584 નંબર ના આધારે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.