PM મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડનને ગિફ્ટમાં આપ્યો ગ્રીન ડાયમંડ, ગુજરાતના આ શહેરમાં થયો છે તૈયાર
વડાપ્રધાન મોદીએ ફર્સ્ટ લેડી જિલ બાઇડનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ગીફ્ટમા આપ્યો હતો.
અમેરિકાના પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને જિલ બાઇડન સાથે મુલાકાત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ ફર્સ્ટ લેડી જિલ બાઇડનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ગીફ્ટમા આપ્યો હતો.
PM Narendra Modi gifts a lab-grown 7.5-carat green diamond to US First Lady Dr Jill Biden
— ANI (@ANI) June 22, 2023
The diamond reflects earth-mined diamonds’ chemical and optical properties. It is also eco-friendly, as eco-diversified resources like solar and wind power were used in its making. pic.twitter.com/5A7EzTcpeL
જિલ બાઇડનને ગિફ્ટમાં આપેલો આ ગ્રીન ડાયમંડને સુરતમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સુરતમાં 7.5 કેરેટનો ડાયમંડ તૈયાર કરાયો છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીની થીમ પર આ ડાયમંડ તૈયાર કરાયો છે. રાઉન્ડ શેપનો આ ડાયમંડ ગ્રીન એનર્જીનું પણ ઉદાહરણ છે. આ ડાયમંડને કોઈપણ પ્રકારના રફમાંથી નહીં,પણ લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. પ્યોર ટાઈપ ટુ ડાયમંડને સંપૂર્ણ રીતે લેબમાં તૈયાર કરાયો હતો. ડાયમંડને સોલર અને વિન્ડ પાવરમાંથી ચાલતી કંપનીમાં તૈયાર કરાયો છે. GJEPC લેબગ્રોન ડાયમંડના ચેરમેન સ્મિત પટેલે કહ્યું હતું કે સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરફથી આ એક ભેટ કહી શકાય.
રાષ્ટ્રપતિ જો બાઇડનને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી ખાસ ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. જે બોક્સમાં આ હીરો આપવામાં આવ્યો હતો તેના પર કાશ્મીરી કારીગરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડનને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી ખાસ ભેટ આપી. તેણે બિડેનને દ્રષ્ટિ સહસ્ત્ર ચંદ્રનો બોક્સ આપ્યો. તે એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે તેના જીવનના 80 વર્ષ અને 8 મહિના પૂર્ણ કર્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન અને જિલ બાઇડને પણ વડાપ્રધાન મોદીને 20મી સદીની શરૂઆતની એન્ટિક અમેરિકન બુક ગેલેરી, વિન્ટેજ અમેરિકન કેમેરા, જ્યોર્જ ઈસ્ટમેનની પ્રથમ કોડક કેમેરા પેટન્ટનો રેકોર્ડ, અમેરિકન વાઈલ્ડલાઈફ રોબર્ટની એકત્રિત કવિતાઓની પ્રથમ આવૃત્તિ પુસ્તક ભેટમાં આપી હતી.
ચંદનનું બોક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને રાજસ્થાનના જયપુરના કારીગરો દ્વારા બનાવેલ ચંદનનું બોક્સ અર્પણ કર્યું. આ બોક્સ બનાવવા માટેનું ચંદન મૈસુર, કર્ણાટકમાંથી મંગાવવામાં આવે છે. બૉક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ છે, જે અવરોધો દૂર કરનાર માનવામાં આવે છે અને તમામ દેવતાઓમાં સૌથી પહેલા તેની પૂજા કરવામાં આવે છે. આ મૂર્તિ કોલકાતાના સુવર્ણકારોની પાંચમી પેઢી દ્વારા બનાવવામાં આવી છે.