ફિલ્મી સ્ટાઈલમાં માંડવી પોલીસે ખંડણીખોરોને ઝડપી પાડ્યા,મહિલાને કરી રહ્યા હતા બ્લેકમેલ
રાજ્યમાં ખંડણી અને વ્યાજખોરોને લઈને સામે આવેલી ફરિયાદો મામલે હવે પોલીસે કમર કસી છે. આ કડીમાં પોલીસે માંડવીમાંથી 2 ખંડણીખોરની ધરપકડ કરી છે. આ બન્ને લોકો માંડવીના એક પરિવારની સાસુ-વહુને બ્લેકમેલ કરી રહ્યા હતા.
સુરત: રાજ્યમાં ખંડણી અને વ્યાજખોરોને લઈને સામે આવેલી ફરિયાદો મામલે હવે પોલીસે કમર કસી છે. આ કડીમાં પોલીસે માંડવી નગરમાંથી 2 ખંડણીખોરની ધરપકડ કરી છે. આ બન્ને લોકો માંડવીના એક પરિવારની વહુ તેમજ સાસુને બ્લેકમેલ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પહેલા 10 લાખ ત્યારબાદ 5 લાખની ખંડમી માગી હતી.
આ ઉપરાંત સામે આવેલી વિગતો અનુસાર આ ખંડણીખોરો પરિવારના બીભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી ખંડણીની માગ કરી રહ્યા હતા. પોલીસે આયોજન બદ્ધ રીતે છટકું ગોઠવી બંને ઇસમોને ઝડપી લીધા હતા. નિયત કરેલી જગ્યાએ નક્કી કરેલા પૈસા લેવા આવતા બંને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બન્ને આરોપીઓને પકડવા માટે પોલીસે બાળકોને રમવાની નકલી નોટો થેલામાં મૂકી હતી. આ લોકોએ પૈસા લઈ ભાગવા જતા અન્ય બાઈક સાથે અકસ્માત કર્યો હતો. બન્ને ઈસમોને પકડીને માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ભાજપના નેતા અને તેના પુત્રે સમાજ સેવક પર કરી દીધો જીવલેણ હુમલો
સહારા દરવાજા વિસ્તારમાં આવેલ ચામુંડા ચા નામની દુકાન પાસે મારમારની ઘટના બની હતી. ભાજપના અન્ય ભાષા ભાષી સેલના કન્વીનર રોહિત શર્મા અને તેના પુત્ર દ્વારા મારામારી કરવામાં આવી હતી. રોહિત શર્મા દ્વારા સમાજ સેવક સુભાષ રાવલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચામુંડા ચા ની દુકાન પાસે મારામારી બાદ સુભાષ ભાઈને સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્વીમેર હોસ્પિટલ આવ્યા બાદ હોસ્પિટલમા જ રોહિત શર્મા અને તેના પુત્ર દ્વારા ફરીવાર હુમલો કરવામાં આવ્યો. સ્વીમેર હોસ્પિટલમા રોહિત શર્મા દ્વારા સુભાષ રાવલના ભત્રીજા પર ધારદાર વસતુથી ગાળાના ભાગે હુમલો કરવામાં આવ્યો. રોહિત શર્મા અને તેના પુત્ર દ્વારા સુભાષ રાવલ, તેના ભત્રીજા અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો.