શોધખોળ કરો

SURAT: સુરત બીજેપી મહિલા નેતાએ ફોન પર કોને કહ્યું હતું, હું આપઘાત કરી રહી છું, દીપિકા પટેલના મોતને લઈને મોટો ખુલાસો

SURAT: અલથાણના ભાજપના મહિલા નેતાના આપઘાત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. શહેર ભાજપની મહિલા વોર્ડ પ્રમુખના આપઘાત પાછળ ચિરાગ સોલંકી શંકાના દાયરામાં છે.

SURAT: અલથાણના ભાજપના મહિલા નેતાના આપઘાત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. શહેર ભાજપની મહિલા વોર્ડ પ્રમુખના આપઘાત પાછળ ચિરાગ સોલંકી શંકાના દાયરામાં છે. જેથી ફરી એક વખત સુરતની અલથાણ પોલીસ દ્વારા ભાજપના જ કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ચિરાગ સોલંકીની પોલીસ દ્વારા વિડીયોગ્રાફી સાથે કલાકો સુધી મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.  હવે આગામી દિવસોમાં દીપિકા આપઘાત કેસમાં નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ હાલ રહેલી છે.

સુરતના અલથાણ ભીમરાડ રોડ પર આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતી અને શહેર ભાજપની મહિલા મોરચાની વોર્ડ નંબર 30 ની પ્રમુખ 34 વર્ષીય દીપિકા નરેશ પટેલ દ્વારા ગત રવિવારના રોજ બપોરના સમય દરમિયાન પોતાના જ ઘરે પંખા વડે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે આપઘાતની તપાસ અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં દીપિકાના નજીકના અને ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી શરૂઆતથી જ શંકાના ડાયરામાં છે. જેથી અલથાણ પોલીસે દીપિકા અને ચિરાગના ફોન ફોરેન્સિક લેબ ખાતે તપાસ અર્થે મોકલ્યા છે. જે ફોરેન્સિકનો રિપોર્ટ હાલ આવવાનો બાકી છે. 

મોબાઈલ ડેટા અને ફોરેન્સિક રિપોર્ટના અહેવાલમાં નવા ખુલાસા બહાર આવી શકે છે પરંતુ આ પહેલા અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે જે સમયે દીપિકાએ આપઘાત કર્યો હતો તે પહેલા ચિરાગ સોલંકીને તેણીએ કોલ કર્યો હતો. કોલ કરતા પહેલા પોતે આપઘાત કરે છે તેમ કહી દીપિકાએ કોલકટ કરી દીધો હતો. એટલું જ નહીં પરંતુ ચિરાગ અને દીપિકા વચ્ચે અગાઉ પણ અનેક વખત ટેલીફોનિક વાતચીત થતી હતી. જેથી પોલીસ આ તમામ ડેટા મેળવવા માટે હાલ મથામણ કરી રહી છે. આ વચ્ચે જે સમયે ઘટના બની તે સમયે ચિરાગ સોલંકી ગણતરીની મિનિટોમાં દીપિકાના ઘરે પહોંચ્યો હતો.

જોકે ઘરે પહોંચેલો ચિરાગ સોલંકી હાથમાં પહેલાથી જ ગ્લોવ્ઝ પહેરી પોહચયો હતો. જે બાબત પણ ઘણી શંકા ઉપજાવનારી છે. જેથી અલથાણ પોલીસ દ્વારા આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ભાજપના કોર્પોરેટર અને શંકાના ડાયરામાં રહેલા ચિરાગ સોલંકીને ફરી એક વખત આજરોજ અલથાણ પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવ્યો હતો. 

સુરત અલથાણ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. ભાવેશ રબારી દ્વારા ચિરાગ સોલંકીની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે તમામ પૂછપરછનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવ્યું હતું. જોકે ચિરાગ સોલંકીએ પોલીસના સવાલોના જવાબમાં શું લખાવ્યું છે તેનો ફોડ પોલીસ જ પાડી શકે તેમ છે. પરંતુ આગામી દિવસોમાં દીપિકા આપઘાત કેસ મામલે નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ અહીં ચોક્કસથી સેવાઈ રહી છે. જોકે દીપિકાના આપઘાત પાછળ કયું મોટું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે તપાસ વધુ તેજ કરી છે.

આ પણ વાંચો...

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget