Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
ઉતરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર આપ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તરાયણમાં પતંગ રસિકોને નહીં કરે નિરાશ..ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંન્ને દિવસ પવનની ગતિ સારી રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. સવારે પવનની ગતિ થોડી ધીમી રહેશે.. પરંતુ બાદમાં પવનની ગતિ વધશે. અને બપોર બાદ પવનની ગતિ વધઘટ થવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. ઠંડી અંગે અનુમાન વ્યક્ત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે આગામી દિવસોમાં આકરી ઠંડી પડશે. તો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં માવઠાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે.
ગુજરાતીઓ જેના માટે આખું વર્ષ રાહ જુએ છે તે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ (Uttarayan) ના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ધાબા પર સાઉન્ડ સિસ્ટમ અને ફિરકીઓ તૈયાર છે, પરંતુ દરેક પતંગ રસિકના મનમાં એક જ સવાલ રમી રહ્યો છે - "શું પવન દેવતા સાથ આપશે?" આ ચિંતા વચ્ચે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પવનની ગતિ (Wind Speed) અને વાતાવરણને લઈને મહત્વની આગાહી કરી છે, જે પતંગ રસિકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે.
















